ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / 'બંગાળમાં આતંકી હોય તો પહેલગામ હુમલો તમે કરાવ્યો'? મમતા બેનરજીનો અમિત શાહ પર પલટવાર

નેશનલ / 'બંગાળમાં આતંકી હોય તો પહેલગામ હુમલો તમે કરાવ્યો'? મમતા બેનરજીનો અમિત શાહ પર પલટવાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:33 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાંથી આતંકવાદી નેટવર્ક ઓપરેટ થઇ રહ્યુ છે.

ADVERTISEMENT

Bengal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાંથી આતંકવાદી નેટવર્ક ઓપરેટ થઇ રહ્યુ છે. આ નિવેદનનો જવાબ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂછ્યું, "તો, શું પહેલગામ હુમલો કેન્દ્ર સરકારે કરાવ્યો હતો?" બંગાળના બાંકુરાના બિરસિંહપુરમાં એક રેલીને સંબોધતા ટીએમસીના વડાએ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુશાસન અને દુર્યોધન કહ્યા. સીએમ બેનર્જીએ કહ્યું, "શકુનીના શિષ્ય દુશાસન માહિતી એકત્રિત કરવા બંગાળ આવ્યો છે. ચૂંટણી આવતાની સાથે દુશાસન અને દુર્યોધન દેખાવા લાગે છે."

પીએમ મોદી 20 ડિસેમ્બરે બંગાળની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહ હાલમાં 2026 ની બંગાળ ચૂંટણી પહેલા બંગાળની ત્રણ દિવસની મુલાકાતે છે.

Amit-Shah-In-Gujarat

ગૃહમંત્રી અમિત શાહે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, બંગાળ આતંકવાદીઓનું કેન્દ્ર બની ગયું છે. મમતા બેનર્જીએ વળતો પ્રહાર કર્યો હતો કે, "જો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આતંકવાદી નથી, તો પહેલગામ કેવી રીતે થયું? શું તમે પહેલગામમાં હુમલો કરાવ્યો હતો?" દિલ્હી બોમ્બ વિસ્ફોટ પાછળ કોણ હતું?

vtv app promotion

આ પણ વાંચોઃ નવા વર્ષે નેતાઓ માટે ન્યૂડ ડાન્સ સેલિબ્રેશન, 150 છોકરીઓ બુક કરાઈ, દેશમાં મચ્યો હડકંપ

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 22 એપ્રિલના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. જ્યારે નવેમ્બરમાં, દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 15 લોકોના જીવ ગયા હતા.

એસઆઇઆર અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેનો ઉપયોગ રાજ્યભરના લોકોને હેરાન કરવા માટે થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે SIR હેઠળ ૧.૫ કરોડ નામો દૂર કરવાની યોજના ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mamata banerjee Amit Shah Bengal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ