બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:19 PM, 27 June 2025
શુક્રવારે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા જોવા માટે પુરીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને દેવી સુભદ્રા સાથે શ્રી જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની ઔપચારિક યાત્રા પર નીકળ્યા હતા. ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રખ્યાત જગન્નાથ રથયાત્રા દરમિયાન એક અકસ્માત થયો હતો. શુક્રવારે રથ ખેંચતી વખતે વધુ પડતી ભીડને કારણે 581 ભક્તો ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
ભારતમાં સૌથી મોટી પુરીની રથયાત્રામાં માનવ સાગર ઉમટ્યો, દિવ્ય દર્શન માટે ભક્તોની ભારે ભીડ#puri #PuriRathYatra #PuriJagannathTemple #purijagannathdham #viralvideo #viralnews #VTVDigital pic.twitter.com/jkRHg6Nvf2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2025
મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 ભક્તોની હાલત બગડતા તેમને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તીર્થનગરીના ગ્રાન્ડ રોડ પર રથયાત્રા દરમિયાન રથ ખેંચવાની વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. આ દરમિયાન, વધુ પડતી ભીડને કારણે ભક્તો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચવાનું કામ શરૂ થયું.
ADVERTISEMENT
#WATCH | Odisha | A sea of devotees continue to gather for the divine Darshan and rejoice outside the Shri Jagannath Temple as Shri Jagannath Mahaprabhu's Rath Yatra is underway pic.twitter.com/IDS0KLBpOW
— ANI (@ANI) June 27, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ભક્તિ અને ભાવનાને કારણે, હજારો ભક્તો તાલધ્વજ રથના દોરડાને સ્પર્શ કરવા માટે એકસાથે દોડ્યા હતા. ભીડે રથને લગભગ અઢી કિલોમીટર દૂર ગુંડીચા મંદિર તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લોકો ઘાયલ થયા.
ADVERTISEMENT
આ પણ વાંચો : તાપીમાં કકળાટે વધારે એક પરિવારનો માળો વિખેર્યો, પુત્રી-પત્નીની હત્યા બાદ આત્મહત્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલ ભક્તોમાંથી 581ને હાઇટેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 173ને હાઇ ડિપેન્ડન્સી યુનિટ (HDU)માં લઈ જવામાં આવ્યા હતા. 68 ઘાયલ ભક્તોને OPDમાં સારવાર આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.