બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: ભારતના આ રૂટ પર દોડશે દેશની પ્રથમ 'હાઇડ્રોજન ટ્રેન', ખાસિયતો હટકે

નમો ગ્રીન રેલ / Video: ભારતના આ રૂટ પર દોડશે દેશની પ્રથમ 'હાઇડ્રોજન ટ્રેન', ખાસિયતો હટકે

Priykant Shrimali

Last Updated: 01:27 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indias First Hydrogen Train : ભારત વિશ્વનો પાંચમો એવો દેશ બનશે જ્યાં હાઇડ્રોજન ટ્રેન ચાલશે, ખુદ રેલ્વે મંત્રીએ શેર કર્યો વીડિયો

Indias First Hydrogen Train : ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે આપણાં દેશમાં ટૂંક સમયમાં જ હાઈડ્રોજન ટ્રેન દોડવા લાગશે. ટૂંક સમયમાં ભારતની પહેલી હાઇડ્રોજન સંચાલિત ટ્રેન હરિયાણામાં દોડવા માટે તૈયાર છે. જોકે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનો પાંચમો એવો દેશ બનશે જ્યાં હાઇડ્રોજન ટ્રેન ચાલશે. વિગતો મુજબ અત્યારસુધી આ પ્રકારની ટ્રેનો જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનમાં ચાલી રહી છે.

હવે જાણીએ હાઇડ્રોજન ટ્રેન વિશે તમામ જાણકારી

આપણાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં દોડશે, ખાસ કરીને જીંદ-ગોહાના-સોનીપત રેલવે ટ્રેક પર, જે લગભગ 89 કિમી લાંબો છે. ટ્રેનની ગતિ 110 થી 140 કિમી પ્રતિ કલાક હશે. એક વખતે 2,638 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર ચાલશે, જેનાથી ધૂમાડાની જગ્યાએ માત્ર પાણી અને વરાળ જ બહાર પડશે. એટલે કે ટ્રેન શૂન્ય પ્રદૂષણ ફેલાવશે.

ખુદ રેલ્વે મંત્રીએ શેર કર્યો વીડિયો

દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું એન્જિન તૈયાર થઇ ગયું છે અને ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કોચનું સફળ પરીક્ષણ થઇ ચૂક્યું છે. રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે આ ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેને ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણી છે. આ ટ્રેન 1,200 હોર્સપાવર શક્તિ ધરાવે છે અને તે વિશ્વની સૌથી શક્તિશાળી અને લાંબી હાઇડ્રોજન ટ્રેનમાંની એક હશે.

આ પણ વાંચો : અહીં 15 ઓગસ્ટ નહીં, 19 ડિસેમ્બરે મનાવાય છે આઝાદીનો જશ્ન, એવું કેમ, જાણો

હવે જાણો હાઇડ્રોજન પ્લાન્ટ અને રિફ્યુઅલિંગ વ્યવસ્થા વિશે

જીંદમાં પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન પ્લાન્ટ બનાવાઈ રહ્યો છે, જે દરરોજ લગભગ 430 કિલો હાઇડ્રોજન ઉત્પાદન કરશે. રિફ્યુઅલિંગ માટે જીંદ સ્ટેશન પર 3,000 કિલો હાઇડ્રોજન સ્ટોરેજ, કોમ્પ્રેસર અને ઝડપી રિફ્યુઅલિંગ માટે બે ડિસ્પેન્સર લગાવવામાં આવશે. નોંધનીય છે કે, ભારતીય રેલ્વે દેશભરમાં 35 હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે. દરેક ટ્રેનનો અંદાજિત ખર્ચ 80 કરોડ રૂપિયા હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hydrogen train Hydrogen train video Indian Railways
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ