બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / IAS પત્ની CM સાથે વિદેશથી આવે તે પહેલાં IPSએ પોતાની જાતને કેમ ઉડાવી? સુસાઈટ નોટમાં મોટો ઘટસ્ફોટ

હરિયાણા / IAS પત્ની CM સાથે વિદેશથી આવે તે પહેલાં IPSએ પોતાની જાતને કેમ ઉડાવી? સુસાઈટ નોટમાં મોટો ઘટસ્ફોટ

Published By: Hiralal Parmar

Last Updated: 01:39 PM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં આઈપીએસ વાય પૂરન કુમારના આપઘાત કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. મંગળવારે એડીજીપી વાય પૂરન કુમારે જાતે ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો.

હરિયાણામાં સિનિયર આઈપીએસ અધિકારી એડીજીપી વાય. પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં 8 પાનાની સુસાઈડ નોટ મળી છે. વાય. પૂરણ કુમાર પોતાની સુસાઈડ નોટમાં આઠ આઈપીએસ અને બે આઈએએસ અધિકારી પર ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે લખ્યું હતું આ બધા અધિકારીઓ મને હેરાન કરે છે. તેમણે હરિયાણાના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ને સૌથી મુખ્ય નિશાન બનાવ્યા હતા. તેમણે જાતિવાદ, પોસ્ટિંગમાં ભેદભાવ, તેમના ACR માં અનિયમિતતા, સરકારી રહેઠાણનો અભાવ જેવા કારણો પણ ગણાવ્યાં હતા.

મંગળવારે આઈપીએસ અધિકારીએ કર્યો આપઘાત

ઉલ્લેખનીય છે કે સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરન કુમારે ચંદીગઢ સ્થિત સેક્ટર-11માં પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. આ ઘટના બની ત્યારે તેમની આઈએએસ પત્ની CM નાયબ સિંહ સૈની સાથે જાપાનના પ્રવાસે છે. સીએમ સાથે જાપાન પ્રવાસે રહેલી પત્નીને પતિના આપઘાતની જાણ કરાઈ હતી.

IPS અધિકારીઓના પ્રમોશન પર સવાલ ઉઠાવ્યા

ગયા વર્ષે, IPS અધિકારી વાય. પૂરણ કુમારે કેટલાક IPS અધિકારીઓના પ્રમોશન પર સવાલ ઉઠાવ્યા હતા. આ અધિકારીઓ 1991, 1996, 1997 અને 2005 બેચના હતા. તેમણે મુખ્યમંત્રી નાયબ સૈનીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે આ પ્રમોશન અન્યાયી રીતે કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના નિયમોને અવગણીને, નાણા વિભાગે ફક્ત પોતાની મરજીથી આ પ્રમોશન કર્યા. અગાઉ 11 ઓક્ટોબર, 2022ના રોજ ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીને જાણ કરી હતી કે 2001 બેચના અધિકારીઓને ડીઆઈજી રેન્કમાં બઢતી આપવા માટેના ગૃહ મંત્રાલયના નિયમોનું પાલન કરવામાં આવે. વધુમાં, તેમના પગાર ફરીથી નક્કી કરવામાં આવે અને તેમને તેમના બાકી લેણાં ચૂકવવામાં આવે.

અધિકારીની આઈએએસ પત્ની સીએમ સાથે વિદેશ પ્રવાસે

ઉલ્લેખનીય છે કે હાલમાં પરિવાર વાય. પૂરણ કુમારની પત્ની, અમનીત પી. કુમારના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. અમનીત પી. કુમાર હાલમાં સીએમ નાયબ સિંહ સૈની સાથે જાપાનના પ્રવાસે છે. તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચશે અને પછી રોડ માર્ગે ચંદીગઢ જવાની યોજના છે.

વધુ વાંચો : વધતાં ભાવ વચ્ચે સારા સમાચાર, 1 લાખનું સોનું અપાવી શકે છે 15 લાખ, આ રહ્યો સારો આઈડિયા

પૂરણ કુમારના ગનમેન પર 2.5 લાખની લાંચનો આરોપ

આ દરમિયાન પૂરણ કુમારનું એક એફઆઆરમાં નામ પણ આવ્યું છે. દારૂના વેપારી પ્રવીણ બંસલનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં, તે વાય. પૂરણ કુમારના ગનમેન પર લાંચ આપવા માટે દબાણ કરવાનો આરોપ લગાવે છે. તે ઓફિસમાં આવીને તેને ધમકી આપતો હતો. તે મને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. હતાશ થઈને મેં રોહતક પોલીસમાં ફરિયાદ નોંધાવી.પ્રવીણ બંસલે જણાવ્યું હતું કે જૂન મહિનામાં તેમને આઈજીની ઓફિસમાંથી સુશીલને મળવા માટે ફોન આવ્યો હતો. તેમને ધમકી આપવામાં આવી હતી અને સુશીલને માસિક પગાર ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સુશીલ તેમની ઓફિસમાં આવ્યો અને પૈસા ચૂકવવા માટે દબાણ કર્યું. તેમને હેરાન કરવામાં આવ્યા અને માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું. 9 જુલાઈ, 2025 ના રોજ, પ્રવીણે સુશીલને તેમની ઓફિસમાં બોલાવ્યા, જ્યાં તેમણે માસિક 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

haryana y puran kumar news y puran kumar suicide

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ