ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:54 PM, 21 August 2025
ADVERTISEMENT
GST Slabs : GSTમાં સામાન્ય માણસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે, 21 ઓગસ્ટ 2025 ના રોજ મળેલી બેઠકમાં મંત્રીઓના જૂથ (GoM) એ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો, જેમાં હાલના ચાર GST સ્લેબ (5%, 12%, 18%, 28%) ને ફક્ત બે સ્લેબ 5% અને 18% માં બદલવાની વાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે આપેલ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને GoM દ્વારા સમર્થન મળ્યું છે. ફેરફારનો સીધો લાભ સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને મળશે, કારણ કે રોજિંદા ઉપયોગની અનેક વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો થવાનું નિશ્ચિત છે.

ADVERTISEMENT
હવે સરળ ભાષામાં સમજો શું છે નવા પ્રસ્તાવનું માળખું ?
ADVERTISEMENT
શું બનશે હવે સસ્તું?
12% થી 5% રોજિંદી વસ્તુઓ હવે વધુ સસ્તી
ADVERTISEMENT
12% ટેક્સ સ્લેબમાંથી 5% સ્લેબમાં મૂકવામાં આવેલી વસ્તુઓ પર હવે 7% ઓછો ટેક્સ લાગશે. પરિણામે નીચેના ઉત્પાદનો સસ્તા થઈ શકે છે.
ADVERTISEMENT
આ લાભનો સીધો ફાયદો સામાન્ય ઘરેલુ ખર્ચ પર પડશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ માટે.

ADVERTISEMENT
28% થી 18%માં મોટી બચત સંભવ
28% ટેક્સ સ્લેબમાં રહેલા લગભગ 90% ઉત્પાદનોને હવે 18% સ્લેબમાં લાવવામાં આવશે, જેના કારણે 10% ટેક્સ ઘટાડો થશે. આ સુધારાનો લાભ નીચે મુજબ વસ્તુઓ પર જોવા મળશે.
આ ફેરફાર રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વેચાણ વધારવાનું કારક બની શકે છે.
આ પણ વાંચો : મિડલ ક્લાસની સાથે-સાથે ખેડૂતોને પણ મળશે મોટી રાહત, નાણામંત્રીએ કર્યું એલાન, જાણો વિગત
સરકારની ઘોષણા અને રાજ્યોનો પ્રતિસાદ
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, મંત્રીઓના જૂથ દ્વારા કેન્દ્રના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યો બંને તરફથી પ્રસ્તાવિત ફેરફારના હિતમાં ટિપ્પણીઓ આપવામાં આવી છે અને તેને હવે GST કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ