ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મિડલ ક્લાસની સાથે-સાથે ખેડૂતોને પણ મળશે મોટી રાહત, નાણામંત્રીએ કર્યું એલાન, જાણો વિગત

ખુશખબર / મિડલ ક્લાસની સાથે-સાથે ખેડૂતોને પણ મળશે મોટી રાહત, નાણામંત્રીએ કર્યું એલાન, જાણો વિગત

Published By: Priykant Shrimali

Last Updated: 02:46 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST 2.0 : નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કહ્યું, આ સુધારાનો હેતુ સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગો (MSMEs) ને સીધી રાહત પહોંચાડવાનો છે

ADVERTISEMENT

GST 2.0 : 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી PM મોદીએ GSTમાં ઘટાડાની વાત કરતાંની સાથે જ હવે દિવસેને દિવસે આ મામલે એક બાદ એક મોટી અપડેટ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેરાત કરી કે, ભારત સરકાર GSTના નવા સંસ્કરણ એટલે કે GST 2.0 માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, આ સુધારાનો હેતુ સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગો (MSMEs) ને સીધી રાહત પહોંચાડવાનો છે.

શું છે નવી યોજના ?

નવી યોજનામાં મોટા ફેરફાર તરીકે વર્તમાન 4 ટેક્સ સ્લેબને ઘટાડીને માત્ર 2 સ્લેબ 5% અને 18% જ રાખવાનો પ્રસ્તાવ મૂકાયો છે. હાલની 5%, 12%, 18% અને 28% ની જગ્યાએ હવે સાર્વજનિક જરૂરી વસ્તુઓ માટે 5% અને અન્ય માટે 18% ટેક્સનો વિચાર છે.

GST 2.0ના ત્રણ પાયાઓ

નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર GST 2.0 સ્ટ્રક્ચરલ રિફોર્મ, ટેક્સ દરોનું સરળીકરણ અને જીવનને સરળ બનાવવાના મુખ્ય પાયાઓ પર આધારિત છે.

"સિન્ફુલ ગુડ્સ" પર વધુ ટેક્સ

GST 2.0 અંતર્ગત પાનમસાલા, તમાકુ અને ઓનલાઈન ગેમિંગ જેવી 'સિન્ફુલ ગુડ્સ' પર 40% સુધી ટેક્સ વસૂલવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : શું Dream11 અને My11Circle બંધ થઈ જશે ? આ પ્લેટફોર્મ ઓનલાઈન ગેમિંગ બિલથી જોખમમાં

આત્મનિર્ભર ભારત તરફ પગલું

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, GST 2.0 માત્ર ટેક્સ સુધારો નથી પણ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સુધારા કારણે મેન્યુફેક્ચરિંગ અને MSME સેક્ટરને પ્રોત્સાહન મળશે અને રોજગારની તકો પણ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman GST 2.0 gst structure

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ