બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:22 AM, 21 August 2025
Online Gaming Bill 2025 : ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ 2025 બુધવારે લોકસભામાં પસાર થયું હતું. આ બિલમાં રિયલ મની ગેમ્સ (RMGs) પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. રિયલ મની ગેમ્સ એવી હોય છે જ્યાં ખેલાડીઓ ઈનામ જીતવાની આશામાં ઘણા પૈસા જમા કરાવે છે. આ બિલમાં ઓનલાઈન મની ગેમ્સ અને તેનો પ્રચાર કરતી જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવે જાણો શું છે આ ઓનલાઈન ગેમિંગ બિલનો હેતુ ?
સરકારનો ઉદ્દેશ્ય ઓનલાઈન ગેમિંગની આડમાં સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાનો છે. જોકે આને કારણે ઘણી ભારતીય એપ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ પણ વાસ્તવિક નાણાંના ફોર્મેટમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. હવે તેને મતદાન અને ચર્ચા માટે રાજ્યસભામાં મોકલવામાં આવશે.
ADVERTISEMENT

આ પછી રાષ્ટ્રપતિની મંજૂરી સાથે ઓનલાઈન ગેમિંગ બિલ 2025 કાયદો બની શકે છે. આ નવા નિયમનો સીધો અસર ઘણા ભારતીય ગેમિંગ એપ્સ પર પડશે, ખાસ કરીને તેઓ કે જેઓ પૈસાની લેતીદેતી પર આધારિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અન્ય પ્લેટફોર્મ્સ પણ અસર હેઠળ
ADVERTISEMENT
આ પણ વાંચો : અસલી મલ્ટીબેગર સ્ટોક! સ્મોલ કેપ કંપનીએ એક લાખના બનાવી દીધા 4200000 રૂપિયા
આમાંના ઘણા પ્લેટફોર્મ્સ ભારતમાં લાખો યુઝર્સ ધરાવે છે અને મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે કામ કરે છે. ઔદ્યોગિક નિષ્ણાતોનું કહેવું છે કે સ્કિલ-બેઝ્ડ ગેમિંગ અને જુગાર વચ્ચે સ્પષ્ટ રેખા કાવવી મુશ્કેલ છે. ઘણા ગેમિંગ કંપનીઓ માટે આ કાયદો મોટો આર્થિક આંચકો સાબિત થઈ શકે છે. હવે વિધેયક રાજ્યસભામાં જશે અને ત્યાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે આ કાયદો અમલમાં આવશે. જો આવું થાય છે તો અનેક લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ્સ ભારતમાંથી બંધ થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.