બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાજેશ CM રેખા ગુપ્તા પર છરીથી હુમલો કરવાનો હતો પણ પ્લાન પડતો મૂક્યો, આપ્યું હેરાનીભર્યું કારણ

દિલ્હી / રાજેશ CM રેખા ગુપ્તા પર છરીથી હુમલો કરવાનો હતો પણ પ્લાન પડતો મૂક્યો, આપ્યું હેરાનીભર્યું કારણ

Hiralal Parmar

Last Updated: 12:00 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પરના હુમલાના આરોપી રાજેશ સાકરીયાને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે.

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા હુમલા કેસમાં એક મોટી વાત જાહેર થઈ છે. આરોપી રાજેશ સાકરીયા જે મૂળ રાજકોટનો રહેવાશી છે તે રેખા ગુપ્તા પર છરી લઈને હુમલો કરવાનો હતો પરંતુ ભારે સિક્યુરીટીને કારણે તેણે છરથી હુમલાનો પ્લાન પડતો મૂક્યો હતો. રાજેશ સાકરીયાએ પોલીસ પૂછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભારે સિક્યુરીટીને કારણે છરી ફેંકી દીધી

પૂછપરછ દરમિયાન, રાજેશ સાકરીયાએ કહ્યું કે તેનો ઈરાદો મુખ્યમંત્રી પર છરીથી હુમલો કરવાનો હતો, પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થા જોઈને તેણે છરી સિવિલ લાઇન્સ વિસ્તારમાં ફેંકી દીધી.

હુમલા પહેલા સુપ્રીમ કોર્ટ ગયો

રાજેશ સાકરીયાએ એવું પણ કહ્યું કે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને જતા પહેલા તે સુપ્રીમ કોર્ટ પણ ગયો હતો પરંતુ કોર્ટની બહાર ભારે સુરક્ષા જોઈને પાછા ફર્યા હતા.

હુમલાના એક દિવસ પછી, 21 ઓગસ્ટના રોજ, ખીમજીને તેના નિવાસસ્થાને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તે પહેલાં, રાજેશને તબીબી તપાસ માટે અરુણા આસિફ અલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

વધુ વાંચો : મીઠાઈની દુકાન પર આધેડે કિસ કરીને આંગળી મોંમાં મૂકી તો સ્કૂલગર્લે કર્યું ચોંકાવનારુ, દાદી જોતી રહી ગઈ

20 ઓગસ્ટે શું બન્યું હતું?

મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી રાજેશ સાકરીયાએ 20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના સિવિલ લાઇન્સ સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કર્યા બાદ દિલ્હી પોલીસે તરત જ ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે ખીમજી વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. તેમના પર થયેલા હુમલાના કલાકો પછી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ ઘટના પછી તેઓ આઘાતમાં છે. આ હુમલો દિલ્હીના લોકોના કલ્યાણ માટેના તેમના કાર્ય પર એક કાયરતાપૂર્ણ પ્રયાસ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DELHI rekha gupta attack delhi cm rekha gupta attack
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ