બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અન્ય જિલ્લા / 'ધર્મના નામે હુમલા સહન નહીં થાય...' સાબીર હુસૈન નામના શિક્ષકે ઈસ્લામ ધર્મ છોડ્યો
Last Updated: 04:17 PM, 26 April 2025
જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકવાદીઓએ બૈસરનની સુંદર ટેકરીઓનો આનંદ માણી રહેલા નિર્દોષ લોકો પર નિર્દયતાથી ગોળીબાર કર્યો હતો. જે હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. વિગતો અનુસાર લોકોને મારતા પહેલા આતંકવાદીઓએ એ પણ ખાતરી કરી હતી કે તેઓ કયા ધર્મના છે. આ બાબતને લઈને લોકોમાં ગુસ્સો છે. દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે પશ્ચિમ બંગાળના એક શાળાના શિક્ષકે એક મોટું પગલું ભર્યું છે. સાબીર હુસૈન નામના આ વ્યક્તિ ઇસ્લામ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, ''દેશમાં દરરોજ ધર્મના નામે હિંસાની ઘટનાઓ બની રહી છે, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે.
ADVERTISEMENT

''હું કોઈ ધર્મનો અનાદર નથી કરી રહ્યો''
ADVERTISEMENT
પહેલગામ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બદુરિયાના સાબીર હુસૈને પણ ઇસ્લામ છોડવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સાબીર હુસૈને કહ્યું હતું કે, ''હિંસા ફેલાવવા માટે ધર્મનો વારંવાર દુરુપયોગ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. પોતાના નિર્ણય વિશે તેમણે કહ્યું, "હું કોઈ ધર્મનો અનાદર નથી કરી રહ્યો, આ મારો અંગત નિર્ણય છે. મેં જોયું છે કે હિંસા ફેલાવવા માટે ધર્મનો ઉપયોગ હથિયાર તરીકે કેવી રીતે થાય છે. કશ્મીરમાં આવું ઘણી વખત બન્યું છે. હું હવે આ સહન કરી શકતો નથી."
''ધર્મના કારણે મારવો તે કેટલો યોગ્ય?''
ADVERTISEMENT
ધર્મ પરિવર્તનને લઈ સાબીર હુસૈને કહ્યું કે, "હું ફક્ત એક માનવી તરીકે ઓળખાવા માંગુ છું, કોઈ ધાર્મિક ઓળખને કારણે નહીં. એટલા માટે મેં કોર્ટમાં અરજી કરી છે" સાબીરે આગળ કહ્યું કે “પહેલગામ જેવી હિંસક ઘટનાઓમાં ધર્મનો દુરુપયોગ થાય છે અને કોઈને તેના ધર્મના કારણે મારવો તે કેટલો યોગ્ય ? જેનાથી મને બહુ જ દુઃખ થાય છે.”
આ પણ વાંચો: 'આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને...', પહેલગામ હુમલાની ઘટનાને સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી
ADVERTISEMENT
''...એવી દુનિયામાં રહેવા માંગતા નથી''
વર્તમાન વાતાવરણ પર ટિપ્પણી કરતા હુસૈને કહ્યું કે, ''તેઓ એવી દુનિયામાં રહેવા માંગતા નથી જ્યાં બધું ધર્મની આસપાસ હોય છે. તેમણે કહ્યું કે, "આજકાલ બધું ધર્મની આસપાસ ફરતું લાગે છે. હું આવી દુનિયામાં રહેવા માંગતો નથી." સાબીર હુસૈનના મતે તેમણે આ નિર્ણય સ્વતંત્ર રીતે લીધો છે અને કહ્યું છે કે તેઓ તેમની પત્ની અને બાળકોને જે પણ રસ્તો પસંદ કરશે તેમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.