ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / ઓવૈસીને ત્યાં કેમ ક્યારેય ED ના દરોડા નથી પડતા? શું સેટિંગ છે AIMIM નેતાએ ખોલી નાખી પોલ

નેશનલ / ઓવૈસીને ત્યાં કેમ ક્યારેય ED ના દરોડા નથી પડતા? શું સેટિંગ છે AIMIM નેતાએ ખોલી નાખી પોલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:50 PM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Elections: બિહાર ચૂંટણી પહેલા જ ફરી રાજકિય પક્ષો એકબીજા પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT

Bihar Elections: બિહાર ચૂંટણી પહેલા જ ફરી રાજકિય પક્ષો એકબીજા પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. એઆઇએમઆઇએમ બિહારના પ્રમુખ અખ્તરુલ ઈમાને એક મીડિયા સાથે વાતચીતમાં બીજેપી સાથે ગઠબંધન અને સીબીઆઇ-ઇડીના દરોડા ન પડવાના કારણે પણ વાત કરી હતી. તેણે આરજેડી પર આકરા પ્રહારો પણ કર્યા, અને દાવો કર્યો કે આરજેડીએ બિહારને લૂંટ્યું અને ભાજપને સત્તા સોંપી છે.

AIMIM.jpg

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મીડિયા દ્વારા ડિજિટલ બેઠકનું આયોજન થઇ રહ્યા છે. આવી જ એક મીડિયાની બેઠક પૂર્ણિયામાં યોજાઈ હતી. બિહાર એઆઇએમઆઇએમના પ્રમુખ અખ્તરુલ ઈમાને પણ બેઠકમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યુ કે ઇડી અને સીબીઆઇએ હજુ સુધી અસદુદ્દીન ઓવૈસીના નિવાસસ્થાને દરોડા કેમ પાડ્યા નથી. તેમણે ભાજપ અને AIMIM વચ્ચેના જોડાણ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી હતી.

અખ્તરુલ ઈમાને કહ્યું કે તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન વિદેશ ગયેલા પ્રતિનિધિમંડળના લીડર નહતા. તેમણે કહ્યું કે તેમના નેતા એવા છે જે જ્યાં પણ જાય છે ત્યાં છવાઇ જાય છે.

તેમણે કહ્યું કે અમારા નેતા વકીલ માણસ છે અને તેમણે ક્યારેય કોઈને છેતર્યા નથી. તેઓ ક્યારેય મંત્રી બન્યા નથી. તેઓ હંમેશા પોતાને સાફ રાખે છે. આ જ કારણ છે કે દરોડા પાડવામાં આવ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમની હૈસિયતને કારણે જ તેમના ઘરે દરોડા પાડવામાં આવતા નથી.

ઈમાને આરજેડી પર સાધ્યુ નિશાન

અખ્તરુલ ઈમાને આરજેડી પર નિશાન સાધતા કહ્યું કે આ લોકોએ બિહારને લૂંટ્યું છે. તેમણે કહ્યું કે તેઓએ જ ભાજપને સત્તા સોંપી હતી, પરંતુ એક પણ મુસ્લિમને મુખ્યમંત્રી બનવા દીધો ન હતો. તેમણે જ એનડીએને મત આપવાની અપીલ કરી હતી.

vtv app add

બિહારમાં કોઈ AIMIM સાથે કેમ નથી?

ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન ન કરવાના પ્રશ્ન અંગે, AIMIM બિહારના પ્રમુખએ કહ્યું કે બધા અમને ઓછી નજરથી જુએ છે. તેમણે કહ્યું કે જ્યારે અમે પાંચ બેઠકો જીતી હતી, ત્યારે લાલુ યાદવે મને ફોન કર્યો હતો. તેમણે સાથે જોડાવાની વાત કરી હતી અને જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ Video / થનાર પતિનો પગાર કેટલો હોવો જોઇએ? યુવતીનો જવાબ સાંભળી મર્દ સમાજમાં ખુશીનો માહોલ

તેમણે કહ્યું કે લાલુ યાદવના સમયના આરજેડી અને આજના આરજેડીમાં ઘણો ફરક છે. તેમણે કહ્યું, "અમને એક તક આપો." અમે બધા હિસાબ ચૂકવીશું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બિહારમાં કોઈ એકની સરકાર નહીં બને. બધાના સાથની જરૂર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Owaisi Bihar Elections AIMIM

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ