બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / Politics / બિહારમાં ભાજપને જીતાડવા માટે મથશે આ ગુજરાતી નેતાઓ, પક્ષે 8 MP-MLAને મોકલ્યા બિહાર
Last Updated: 10:29 AM, 25 October 2025
Bihar Assembly Elections 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ તરફ રાજકીય પક્ષો પણ હરકતમાં આવી ગયા છે. આ દરમિયાન હવે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે પોતાના નેતાઓને ખાસ જવાબદારી સોંપી છે. ભાજપે રાજ્યના 8 જેટલા ધારાસભ્યો અને સાંસદોને બિહાર જવાનો આદેશ આપ્યો છે, જે દરેક મતદારો સુધી પોતાની પહોંચ સુનિશ્ચિત કરશે.
ADVERTISEMENT
બિહારમાં ભાજપના પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે તમામ નેતાઓને 2-2 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ધારાસભ્ય અને સાંસદ સાથે 20થી વધુ કાર્યકર્તાઓ બિહાર જઈને સ્થાનિક કાર્યકરો સાથે માઇક્રો મેનેજમેન્ટ પર કામ કરશે.
શું છે ભાજપની સ્ટ્રેટેજી ?
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજી અનુસાર પ્રચાર સંપૂર્ણપણે ચૂંટણી આચારસંહિતાનું પાલન કરીને કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, જેમાં બેઠક પર ભાજપનું ગઠબંધન છે તેવી બેઠકની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી આપવામાં આવી છે. બિહારમાં ભાજપે LJP (લોક જનશક્તિ પાર્ટી) સાથે ગઠબંધન કર્યું છે, જેથી મતદાન વધુ શક્તિશાળી બની શકે.
ગુજરાતના આ નેતાઓને સોંપાઈ જવાબદારી
ADVERTISEMENT

ADVERTISEMENT
બિહારમાં 2 તબક્કામાં યોજાશે મતદાન
બિહારમાં 40 દિવસ સુધી ચાલનારી ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો 14 નવેમ્બર, 2025 ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. આ ઉપરાંત ચૂંટણી પંચે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિવાળી જતા જ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ, લાભ પાંચમથી ભાજપ કરી નાખશે પ્રચારનું મુહૂર્ત!
નામાંકન અને ચકાસણીની મહત્ત્વપૂર્ણ તારીખો
ADVERTISEMENT
નામાંકન માટેની છેલ્લી તારીખ:
નામાંકન પત્રોની ચકાસણી :
ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ :
પ્રથમ તબક્કા માટે : 20 ઓક્ટોબર - બીજા તબક્કા માટે : 23 ઓક્ટોબર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT