બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી જતા જ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ, લાભ પાંચમથી ભાજપ કરી નાખશે પ્રચારનું મુહૂર્ત!

તૈયારીઓ / દિવાળી જતા જ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ, લાભ પાંચમથી ભાજપ કરી નાખશે પ્રચારનું મુહૂર્ત!

Vishal Khamar

Last Updated: 10:31 AM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં દરેક વોર્ડ મુજબ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવશે. આ સ્નેહ મિલન સમારોહમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે.

લાભ પાંચમના શુભ પ્રસંગથી ભાજપ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી માટે સક્રિય બનવા જઈ રહી છે. પક્ષે ચૂંટણી પૂર્વે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા માટે વોર્ડ મુજબ સ્નેહ મિલન સમારોહ યોજવાનો નિર્ણય કર્યો છે.

10 નવેમ્બર દરમિયાન સ્નેહ મિલન સમારોહનું આયોજન

આ સ્નેહ મિલન સમારોહો 26 ઑક્ટોબરથી 10 નવેમ્બર સુધી શહેરો અને તાલુકાઓમાં યોજાશે. વિશેષ વાત એ છે કે આ વખતના કાર્યક્રમો વિધાનસભા વિસ્તારની બદલે વોર્ડ સ્તરે યોજાશે, જેથી તળિયાના કાર્યકર્તાઓ સુધી સીધી જોડાણ સ્થાપી શકાય.

સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે

દરેક વોર્ડ સંમેલનમાં સ્થાનિક સંગઠન તેમજ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે, આગામી ચૂંટણી માટેની તૈયારીની સમીક્ષા કરશે તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે.

પાર્ટી સૂત્રો મુજબ આ આયોજનનો મુખ્ય હેતુ ચૂંટણી પૂર્વે કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર કરવાનો છે. ભાજપ સામાન્ય રીતે આ પ્રકારના સ્નેહ મિલન સમારોહો વિધાનસભા સ્તરે યોજતી આવી છે. પરંતુ આ વખત વોર્ડ સ્તરે કાર્યક્રમો દ્વારા સ્થાનિક સ્તરે સંકલન અને સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવશે 4થી 8 ઈંચ સુધીનો વરસાદ, ડીપ ડિપ્રેશન લાવશે વાવાઝોડું!

આ કાર્યક્રમો દ્વારા ભાજપ સ્થાનિક સ્તરે પોતાના સંગઠનને વધુ સક્રિય બનાવી મનપા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sthanik Swaraj Election 2025 Ahmedabad Municipal Corporation Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ