બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આવશે 4થી 8 ઈંચ સુધીનો વરસાદ, ડીપ ડિપ્રેશન લાવશે વાવાઝોડું!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:20 AM, 25 October 2025
1/6
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચથી છ દિવસ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમ હાલમાં સક્રિય બની ગઈ છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમનો મોટો પ્રભાવ જોવા મળી શકે છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાં હાલ એક ડિપ્રેશન સક્રિય છે, જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન ગુજરાતથી આશરે 700 કિમી દૂર છે અને તે લગભગ 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હાલ ગુજરાતના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ લગાવી દીધા છે જેથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
3/6
ભારતીય હવામાન વિભાગ (IMD)એ તાજા અપડેટમાં જણાવ્યું છે કે અરબ સાગર પર 14.0°N અક્ષાંશ અને 70.6°E રેખાંશની નજીક ડિપ્રેશન કેન્દ્રિત છે. તે પંજી (ગોવા)થી લગભગ 380 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, અમીનીદિવી (લક્ષદ્વીપ)થી 400 કિમી ઉત્તરપશ્ચિમમાં અને મેંગલોર (કર્ણાટક)થી 480 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે.
4/6
બીજી બાજુ, બંગાળની ખાડી પર પણ લો પ્રેશર સક્રિય છે, જે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ 25 ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનશે અને 26 તારીખે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યાર બાદ 27 ઓક્ટોબરે આ સિસ્ટમ વાવાઝોડા (Cyclonic Storm)નું સ્વરૂપ ધારણ કરશે. એટલે ગુજરાત પર એક તરફ અરબ સાગરની સિસ્ટમ અને બીજી તરફ બંગાળની સિસ્ટમનો પ્રભાવ જોવા મળી શકે છે.
5/6
6/6
ખાસ કરીને ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં હવામાન અસ્થિર રહેશે, તેથી પાક કાપણી અથવા ખુલ્લા ખેતરોમાં ધાન્ય રાખવાનું ટાળવું. બંને સમુદ્રની સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / સૂર્યનું મિથુન રાશિમાં ગોચર બદલી કાઢશે આ 4 જાતકોની ભાગ્યરેખા
7 ફોટોઝ
8th Pay Commission / કેન્દ્રીય કર્મંચારીઓ ખુશ થઇ જશે! 8માં પગારપંચ આવી સૌથી મોટી અપડેટ
ટોપ સ્ટોરીઝ