બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાગેશ્વર ધામમાં વધુ એક દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 7થી વધુ ઘાયલ

બિગ બ્રેકિંગ / બાગેશ્વર ધામમાં વધુ એક દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 7થી વધુ ઘાયલ

Nidhi Panchal

Last Updated: 09:11 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે.

સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

bagheshwar-3

આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

માત્ર એક ઘટના નથી...

માત્ર આ એક જ દુર્ઘટના નહીં, પરંતુ 3 જુલાઈએ પણ બાગેશ્વર ધામ પરિસરમાં એક તંબુ તૂટી પડ્યો હતો. સવારે લગભગ 7 વાગ્યે આરતી પછી થયો આ બનાવ વરસાદથી બચવા માટે ઉભેલા ભક્તો માટે ગંભીર સાબિત થયો. તંબુનું લોખંડનું એંગલ એક વૃદ્ધ ભક્તના માથામાં વાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુર્ઘટનામાં અન્ય 8 લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્પષ્ટતા

આ ઘટનાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મિડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે પંડાલ ધરાશાયી થયો છે. શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ જૂના દરબાર પાસે એક પોલીથીનનો મંડપ બનાવવામાં આવ્યો હતો, જે વરસાદના પાણીથી ભરાઈ જતાં ધરાશાયી થયો અને ભક્તો પર પડી ગયો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો નાની મોટી ઈજાઓ પછી ફરી ધામ પરત આવ્યા હતા.

app promo2

આ પણ વાંચો : ગોવાથી લઇને ગુજરાત સુધી..., આ રાજ્યોમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રહેજો સચેત!

છતરપુરમાં આ ઘટનાના કારણે આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાઓ પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. વધુમાં, યુપીના એક ઉદ્યોગપતિએ બાગેશ્વર ધામના સેવાદાર વિરુદ્ધ જાહેર સુનાવણીમાં કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે કે તેમના જીવને જોખમ છે. કલેક્ટરે કાર્યવાહી અને તપાસ કરવા સૂચના આપી છે. આ સમગ્ર ઘટનાક્રમથી ભક્તોમાં ચિંતા અને ભયનો માહોલ છે, સાથે ધામ વ્યવસ્થાપન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

roof collapse Bageshwar Dham accdent
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ