બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nasa says aliens are there ufo pose threat to us airspace in its uap report

ના હોય! / મેક્સિકોમાં એલિયનની લાશ બાદ હવે NASAનો ભયંકર દાવો! કહ્યું હા એલિયન છે જ, UFO સૌથી મોટો ખતરો

Arohi

Last Updated: 03:19 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASA UAP Report: નાસાના ચીફ બિલ નેલ્સનું માનવું છે કે એલિયન એક હકીકત છે અને આપણા વાતાવરણમાં હાજર છે. તેમણે આ વાત અંતરિક્ષ એજન્સીની પોતાની એ રિપોર્ટને શેર કરતી વખતે કહી જે યુએફઓ પર આધારિત છે.

  • NASAનો ભયંકર દાવો
  • કહ્યું હા એલિયન છે જ
  • UFO સૌથી મોટો ખતરો

નાસા પ્રમુખ બિલ નેલ્સને ગુરૂવારે કહ્યું કે તેમને લાગે છે કે ધરતીના બહારના વાતાવરણમાં એલિયન્સ હાજર છે. અંતરિક્ષ એજન્સીએ અજાણી અસામાન્ય ઘટના અથવા તો યુએફઓ પર પોતાના રિપોર્ટ પહેલા તારણ જાહેર કર્યું. ત્યાર બાદ નેલ્સને એ વાત જણાવી છે. તેની સાથે જ તેમણે જાહેરાત કરી છે કે આ સંપૂર્ણ તથ્યની તપાસ માટે યુએપી રિસર્ચ ડાયરેક્ટરની નિયુક્તિ કરી રહ્યું છે. 

અસાધારણ વૈજ્ઞાનિક તક 
યુએફઓની સ્વતંત્ર રિસર્ચ ટીમમાં ઘણા ક્ષેત્રોના 16 એક્સપર્ટ ગ્રુપને શામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએફઓ અમેરિકી હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે ખતરો છે અને આ વાત જાતે જ સાબિત થઈ ચુકી છે. રિપોર્ટ અનુસાર યુએફઓના રિસર્ચ એક અસાધારણ વૈજ્ઞાનિક તક રજૂ કરે છે. આ તક એક વ્યવસ્થિત રિપોર્ટિંગ ઢાંચાની સાથે સાથે એક મજબૂત, પુરાવા આધિરિત દષ્ટિકોણનો આધાર તૈયાર કરે છે. 

જોકે તેમાં સાર્વજનિક ભાગીદારીની સાથે સાથે ક્રાઉડસોર્સિંગ અને રિપોર્ટિંગ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્લભ ઘટનાઓની ઓળખ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સી અને મશીન લર્નિંગ સૌથી જરૂરી સાધન છે. 

વધુ સારી જાણકારી મળશે 
નાસાની તરફથી જાહેર એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીએ સારી રીતે સમજાવવા માટે સ્વતંત્ર અભ્યાસ શરૂ કર્યો છે. તેના હેઠળ જાણકારી મળી રહી છે કે આ આકાશમાં થતી ઘટનાઓના રિસર્ચને આગળ વધારવા માટે ચાલી રહેલા સરકારી પ્રયત્નોમાં કોઈ યોગદાન કરી શકે છે. આઘટનાઓ છે જેમને ફૂગ્ગા, વિમાન, કે જ્ઞાત પ્રાકૃતિક  ઘટનાઓના રૂપમાં ઓળખી ન શકાય અને તેના માટે એક વૈજ્ઞાનિક દષ્ટિકોણ જરૂરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ