બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એસ્ટેરોઇડ સાથે નાસાનું યાન ટકરાશે. કારણે કે જો કોઇ પણ એસ્ટેરોઇડ્સ ધરતી તરફ આવી રહ્યો હોય. તેની દિશા ન બદલાય તો, વિનાશ થવો નક્કી છે. આવા જ એસ્ટેરોઇડની દિશા બદલવા માટે નાસાએ ગત વર્ષ ડાર્ટ મિશન લોન્ચ કર્યું હતું. જે અંતર્ગત આગામી 26 તારીખે આ મિશન હેઠળ એસ્ટેરોઇડથી ટકરાઇને તેની દિશા બદલી દેશે. ધરતીને એસ્ટેરોઇડના હુમલાથી બચાવવા માટે સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં ચક્કર લગાવી રહેલા એસ્ટેરોઇડ સાથે ટકરાશે. સાથે જ ટક્કર દરમિયાન એસ્ટેરોઇડના વાતાવરણ, ધૂળ, માટી સહિતનું પણ અધ્યયન કરાશે.
Have you ever been scared of news of asteroids hurtling toward Earth? Well, things are about to change for good as NASA's 'Double Asteroid Redirection Test' or DART is set to deflect an asteroid on September 26. Here are more details. https://t.co/EJcBsnhJOe pic.twitter.com/U009xdhphp
— NewsBytes (@NewsBytesApp) August 13, 2022
ADVERTISEMENT
નાસાએ આ મિશનનું નામ રાખ્યું છે ડાર્ટ એટલે કે ડબલ એસ્ટેરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ. અને જે ટેક્નિક અંતર્ગત કાર્ય કરવામાં આવશે તેને કાઇનેટિક ઇમ્પૈક્ટ ટેક્નિક કહેવામાં આવી રહી છે. આ ટેક્નિક એટલા માટે વિકસિત કરવામાં આવી. જેથી ધરતી તરફ આવી રહેલા સ્પેસક્રાફ્ટની દિશા બદલી શકાય. અને ડાર્ટ સ્પેસક્રાફ્ટ જે એસ્ટેરોઇડ પર હુમલો કરશે તેનું નામ છે ડિડિમોસ.
ADVERTISEMENT
આ એસ્ટેરોઇડનો વ્યાસ છે 2600 ફૂટ. અને તેની આસપાસ એક ચંદ્રમા જેવો પણ પથ્થર છે જે તેની પરિક્રમા કરે છે. જેનું નામ છે ડાઇમોરફોસ. અને સ્પેસક્રાફ્ટ આ એસ્ટેરોઇડ સાથે ટકરાઇ તેની દિશા બદલશે સાથે જ તેનું અધ્યયન પણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.