ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Narendra Modi life interesting facts his favourite movie song on PM birthday

જન્મદિવસ / બૉલીવુડની આ ફિલ્મથી PM મોદીએ મેળવી હતી પ્રેરણા, આ છે તેઓનું મનપસંદ ગીત

Published By: Dhruv

Last Updated: 02:03 PM, 17 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં પ્રધાનમંત્રી મોદીનો આજે જન્મદિવસ છે. આજે તેઓએ જીવનનાં 69 વર્ષ પૂર્ણ કર્યા છે. 17 સપ્ટેમ્બર 1950નાં રોજ નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ રાજ્ય (ગુજરાત) નાં વડનગરમાં થયો હતો. તેમનાં પિતા દામોદરદાસ મૂળચંદ મોદી ચા વેચતા હતાં અને નરેન્દ્ર મોદી પણ તેઓને આ કામમાં મદદ કરતા હતાં. ત્યારે આજે આપણે અહીં જાણીશું પીએમ મોદીનાં જીવન વિશેની કેટલીક એવી વિશેષ વાતો.

ADVERTISEMENT

  • આર કે નારાયણની એક નવલકથા આધારિત હતી આ ફિલ્મ
  • ફિલ્મ જોયા બાદ હું મિત્રો સાથે ઉંડી ચર્ચામાં ઉતરી જતોઃ મોદી
  • લતા મંગેશકર દ્વારા ગવાયેલું ગીત મોદીને છે ખૂબ પસંદ
Modi
PM નરેન્દ્ર મોદી

જો કે શું આપને ખ્યાલ છે કે દેશનાં પ્રધાનમંત્રીને બૉલીવુડની કઇ ફિલ્મ દ્વારા મોટી પ્રેરણા મળી હતી? શું આપ જાણો છો કે પીએમ મોદીનું ફેવરિટ ગીત કયું છે. આજે તેમનાં જન્મદિવસ પર અમે આપને આપનાં પ્રધાનમંત્રી મોદીને વિશે એવી જ કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઇ રહ્યાં છીએ.

નાની ઉંમરથી જ એક સાદગી-પસંદ પ્રચારકનું જીવન જીવનારા નરેન્દ્ર મોદીની પાસે ક્યારેય ફિલ્મ જોવાનો વધારે સમય નથી રહ્યો. પરંતુ જ્યારે પણ તેઓએ કોઇ ફિલ્મ જોઇ છે ત્યારે તેમનો દ્રષ્ટિકોણ થોડોક અલગ રહ્યો છે. સેશેલ્સમાં એક વર્તમાનપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 'સામાન્ય રીતે તો મારો ફિલ્મો તરફ વધુ લગાવ નથી. પરંતુ મારી જવાનીનાં દિવસોમાં મે ફિલ્મો માત્ર એ ઉત્સુકતા માટે જોતો કે જે જવાનીમાં હોય છે.'

Modi with Dev Anand
PM મોદી (ડાબે) અને દેવ આનંદ (જમણે)

મોદીનાં કહેવા અનુસાર, 'તે દિવસોમાં મારો ફિલ્મો જોવામાં મનોરંજનની દ્રષ્ટિ સામે ક્યારેય લગાવ ન હોતો. આ સિવાય મે ફિલ્મોમાં જીવન સાથે જોડાયેલી શીખોને હું શોધતો હતો. મને યાદ છે કે એક વાર હું મારા મિત્રો અને શિક્ષકો સાથે પ્રસિદ્ધ હિંદી ફિલ્મ 'ગાઇડ' જોવા ગયો હતો કે જે આર કે નારાયણની એક નવલકથા પર આધારિત હતી.'

મોદી કહે છે કે 'ફિલ્મ બાદ હું મિત્રો સાથે એક ગહન ચર્ચામાં જોડાઇ ગયો હતો. મારો તર્ક હતો કે ફિલ્મનો મૂળ વિષય એ હતો કે અંતમાં પ્રત્યેક વ્યક્તિને પોતાનાં અંતરાત્માથી માર્ગદર્શન મળે છે. પરંતુ હું ઉંમરમાં નાનો હતો, મારા મિત્રોએ મને ગંભીરતાથી ન હોતો લીધો.'

જેમ-જેમ મોદી પોતાનાં કાર્યમાં અંદર ઉતરતા ગયા, તેમની પસંદ કરાયેલા કાર્યાલયની જવાબદારી જ તેમની પ્રાથમિકતા થતી ગઇ. ફિલ્મો જોઇને મજા લેવી જેવાં આરામથી મોદી દૂર થતા ગયાં. તેમ છતાં પણ તેઓ કલા, સંસ્કૃતિ અને સિનેમાની દુનિયા સાથે સતત જોડાતા ગયાં.

જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે, શું તેમનું મનપસંદ કોઇ ગીત પણ છે? આ સવાલ પર તેઓને તુરંત 1961નું ફિલ્મ 'જય ચિત્તૌડ'માં લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલું ગીત યાદ આવી ગયું. 'હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે...!' ભરત વ્યાસનાં બોલ અને એસએન ત્રિપાઠીનું મધુર સંગીત. આ મોદીનું પ્રિય ગીત રહ્યું છે.

'તેરે કંધો પે આજ ભાર હૈ મેવાડ કા,
કરના પડેગા તુજે સામના પહાડ કા...
હલ્દીઘાટી નહીં હૈ કામ કોઇ ખિલવાડ કા,
દેના જવાબ વહાં શેરો કે દહાડ કા...'

સંકળાયેલા મુદ્દાઓ

Birthday Bollywood Entertainment Guide film Narendra Modi Pm modi birthday ગાઇડ ફિલ્મ જન્મદિવસ નરેન્દ્ર મોદી PM Modi Birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ