બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:20 PM, 23 May 2020
પાતાળ લોક જો તમે ન જોઇ હોય તો અત્યારે જ એમેઝોન પ્રાઇમ પર જાઓ અને જોઇ લો. પાતાળ લોકની વાર્તા દિલ્હીના પોલીસ ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરીની આસપાસ ફેર છે જેમને આજ સુધી એક પણ ઇન્વેસ્ટીગેશન નથી આપવામાં આવ્યુ હોતું. બાદમાં હાથીરામને એક હાઇ પ્રોફાઇલ કેસની ઇન્કવાયરી સોંપવામાં આવે છે. પોલીસ એક મોટા પત્રકારને મારવાના ષડયંત્રમાં 3 પુરુષ અને એક મહિલાને પકડે છે. હાથીરામ આખો કેસ પોતાના જીવના જોખમે સોલ્વ કરવા મથતો હોય છે અને કેસ CBIને સોંપી દેવામાં આવે છે. બાદમાં આખી સ્ટોરીમાં એટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે અને દર્શકોના મગજમાં ક્યુરિયોસીટી વધતી જાય છે. આખી સ્ટોરીમાં પોલીસ અને આરોપી દરેકની એક ફ્લેશબેક સ્ટોરી બતાવવામાં આવી છે. દરેક વ્યક્તિ ના સ્વભાવ પાછળ તેમનો ભૂતકાળ જવાબદાર હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જીતુ ભૈયાના ફેન્સ માટે આ તેમની ખૂશીમાં વધારો કરવાવાળી વૅબ સિરીઝ છે. પંચાયત નામની આ વૅબ સિરીઝ રિયલ વિલેજની અનૂભૂતિ કરાવે છે. શહેરથી ભણેલો વ્યક્તિ ભારતના છેવાડાના ગામની પંચાયતનો સચિવ બને છે. તેને આ નોકરીની જરૂર હોય છે પરંતુ આ નોકરી તેના લેવલની નથી તેવું માન્યા કરે છે. શહેરના આ વ્યક્તિ સાથે ગામડાના ભોળા લોકો સાથેનો સંઘર્ષ તમને ખૂબ હસાવશે અને ક્યારેક આંખોના ખૂણા પણ ભીના કરી દેશે. પંચાયતના સચિવને ક્યારે ગામ સાથે પ્રેમ થઇ જાય છે તેની પણ ખબર રહેતી નથી. ગામડામાં રહેલા ઘણા બધા પ્રોબ્લેમને આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યા છે. આખી સિરીઝના એક પણ એપિસોડમાં એક મિનિટ પણ તમને કંટાળો નહી આવે. પંચાયત એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે.
જામતારા પાતાળ લોકની જેમ એક ક્રાઇમ સિરીઝ છે. ક્રાઇમ પસંદ કરનારા લોકોને જામતારા ખૂબ જ પસંદ પડશે. જામતારા ભારતમાં થયેલ સાઇબર ક્રાઇમ પર બેસ્ડ છે. જેમાં પોતાના ફાયદા માટે આજનું યુથ કઇ હદ સુધી જઇ શકે છે તે ખૂબ જ ડિટેઇલમાં બતાવવામાં આવ્યું છે. જામતારાની વાર્તા આગળ વધતા તેમાં પણ ક્રિમિનલ અને પોલીસ વચ્ચેની કેમિસ્ટ્રી જોવા મળશે. જામતારા નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
સ્પેશિયલ ઓપ્સ એક સ્પાઇ થ્રિલર છે. જેમાં કે. કે મેનન મુખ્ય ભૂમિકામાં છે. આખી વાર્તા મુંબઇ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડને પકડવા પર આધારિત છે. જે ઘણા સમય પહેલા દિલ્હીમાં સંસદ સભા પર હુમલો કરવા આવ્યો હતો અને કેકે મેનનના હાથમાંથી છટકી ગયો હતો. આખી વાર્તા કેકે મેનનના એક સ્ટેટમેન્ટની આસપાસ ફરે છે 'वहां पांच नही छ आदमी थे'. ઘણા વર્ષો સુધી અલગ અલગ દેશમાં પોતાના સ્પાઇ ગોઠવીને ભારતથી હેન્ડલિંગ કરતા કેકે મેનનનો અંદાજ સ્પેશિયલ ઓપ્સમાં તમને ખૂબ ગમશે. આ સ્પાઇ થ્રિલર સિરિઝ તમને હોટસ્ટાર પર જોવા મળશે.
ભારતીય શાસ્ત્રોમાં તમે અસૂર વિષે વાંચ્યુ અને સાંભળ્યું હશે પરંતુ હવે અસૂર નામની વૅબ સિરિઝ તમારો કંટાળો દૂર કરી દેશે. અસૂરમાં બરુન સોબતી અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. અસૂર એક સસપેન્સ, ક્રાઇમ અને થ્રિલરયુક્ત સિરિઝ છે. આ સિરીઝની વાર્તા ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે ફરે છે. એક વાર શરૂ કર્યા પછી અસૂર તમને એન્ડ સુધી બાંધી રાખશે. અસૂર વૂટ પર ઉપલબ્ધ છે.
આ સિવાય મિર્ઝાપૂર, સેક્રેડ ગેમ્સ, દિલ્હી ક્રાઇમ, લેલા જેવી વૅબ સિરીઝ પણ તમને ગમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.