Music director shekhar ravjiani hyyat hotel bill ahmedabad
વાયરલ /
અમદાવાદની મોંઘી હોટલમાં જમવા જતા પહેલા વિચારજો, મ્યુઝિક ડાયરેક્ટરને થયો કડવો અનુભવ
Team VTV01:44 AM, 15 Nov 19
| Updated: 11:05 AM, 15 Nov 19
ખાવાના શોખીન અમદાવાદીઓ જો તમે અમદાવાદની મોંધી હોટલમાં ખાવા જવાના હોય તો જરા વિચારજો. સેલિબ્રિટીને પણ અમદાવાદની મોંઘી હોટેલનો કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. હોટેલના મોંઘા બિલ મુદ્દે મ્યુઝિક ડાયરેક્ટર શેખર રવજિયાનીએ ટ્વીટ કર્યું છે.
મ્યુઝિક ડાયરેક્ટર શેખર રવજિયાનીએ કર્યુ ટ્વીટ
3 બોઇલ ઇંડાના ભાવ બિલ પર દર્શાવ્યું આશ્ચર્ય
3 બોઇલ ઇંડાના રૂપિયા 1672?: શેખર
હોટેલ હયાત રેઝન્સીમાં ઇંડાના બીલ પર શેખર રવજિયાનીએ ટ્વીટ કર્યું છે. 3 બોઇલ ઇંડાના ભાવ બિલ પર તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 3 બોઈલ એગના રૂપિયા 1 હજાર 672 એવા સવાલ સાથે આ એક ખૂબ જ 'Egg' xorbitant ભોજન હતું તેવું ટ્વીટ તેમણે કર્યું છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ પહેલા ચંદીગઢના JW મેરિયટ હોટલમાં રાહુલ બોસ પાસે બે કેળા માટે 442 વસૂલાયા હતા. જેમાં મામલો વાયરલ થતા ચંડીગઢ એક્સસાઇઝ અને કરવેરા વિભાગે JW મેરિયટ હોટલ પર 25 હજાર રૂપિયાનો દંડ લગાવ્યા હતા.. આ ઘટના બાદ કાર્તિક ધરના વ્યક્તિ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેમણે બે ઇંડાના 1700 રૂપિયા ચૂકવવાનો દાવો કર્યો હતો.
શુક્રવાર અને મહાલક્ષ્મીનો દિવસ અનેક રાશિને માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. આ સાથે આજે ઘરમાંથી તૂટેલી વસ્તુઓનો ત્યાગ કરો અને સાથે જ ઓમ...