બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Mumbai heavy rain and School colleges will be closed On Today

વરસાદ / મુંબઈમાં ભારે વરસાદનું અનુમાન, ઠાણે સહિત અનેક વિસ્તારોમાં બંધ રહેશે શાળા-કોલેજો

Bhushita

Last Updated: 08:44 AM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં વરસાદ થવાના કારણે લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. મુંબઈ, થાણે અને કોંકણમાં આજે શાળા અને કોલેજોમાં રજાનું એલાન આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સ્થિતિ બગડતી જોવા ણળી રહી છે. જેના કારણે આજે અનેક જગ્યાઓએ શાળા અને કોલેજો બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ, થાણે અને કોંકણમાં આજે શાળામાં રજા આપવામાં આવી છે તો અન્ય વિસ્તારોમાં સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર વરસાદની સ્થિતિને લઈને પગલાં લેશે. મુંબઈમાં વરસાદની સ્થિતિને જોઈને હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ઘરની બહાર નીકળવું નહીં.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ નગરપાલિકા કોર્પોરેશને દરેક શાળાઓને પણ બંધ રાખવા જણાવ્યં છે. વરસાદને કારણે ફ્લાઈટ્સ પર પણ અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે 10-15 મિનિટ લેટ ફ્લાઈટ્સ જઈ રહી છે. જનજીવનન પ્રભાવિત બન્યું છે. સાથે મીઠી નદી ખતરાના નિશાનને પાર કરી ચૂકી છે. બીએમસીએ આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધા છે. અને સ્થાનિય લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા છે.

અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત

વરસાદના કારણે મુંબઈ અને તટીય વિસ્તારોમાં કોંકણમાં પાણી ભરાઈ ચૂક્યા છે. હવામાન વિભાગના આધારે મુંબઈમાં લગભગ 15 સેન્ટીમીટરનો વરસાદ નોંધાયો છે. થાને અને પાલઘરમાં 18 સેમી અને 17 સેમી. વરસાદ નોંધાયો છે. મુંબઈના નીચલા વિસ્તારોમાં 6-12 ઈંચનો વરસાદ નોંધાયો છે અને સાથે પાણી પણ ભરાઈ ચૂક્યા છે.

મંગળવારે રાતે  થયેલા ભારે વરસાદને લઈને મુંબઈ પૂરની સ્થિતિ સહન કરી રહ્યું છે. મુંબઈના કિંગ સર્કલ અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં સડકો પર અમુક ફીટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા. આવનારા બે-ત્રણ દિવસોમાં હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

ફોટો સૌજન્ય - ANI

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Heavy rain in Mumbai Monsoon 2019 મુંબઈ વરસાદ Mumbai Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ