mudra loan project, goverment gives loans up to rs 20 lakh without guarantee to start a business
યોજના /
હવે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે મળશે 20 લાખ સુધીની લોન
Team VTV04:09 PM, 26 Jul 19
| Updated: 06:08 PM, 03 Aug 19
જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. મોદી સરકાર મુદ્રા યોજના હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે હવે ગેરેન્ટી વગર 20 લાખ રૂપિયાની લોન આપશે. આ પહેલા આ હેઠળ 10 લાખ રૂપિયાની લોન મળતી હતી. આ જાણકારી કેન્દ્રીય આ માહિતી યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આપી છે.
વાસ્તવમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર બનેલી રિઝર્વ બેંકની નિષ્ણાતોની એક સમિતિએ આ ભલામણ કરી હતી. RBIએ MSMEની આર્થિક અને નાણાકીય સ્થિરતા માટે આઠ સભ્યની સમિતિની રચના કરી હતી.
મુદ્રા લોનથી જોડાયેલી ખાસ વાત:
આ સમિતિએ રિઝર્વ બેંકને પોતાની રિપોર્ટ આપી છે. રિપોર્ટમાં MSME અને સ્વય સહાયતા સમૂહો માટે 20 લાખ રૂપિયાની લોન આપવાની ભલામણ કરી હતી, તો આ કમિટીએ મુદ્રા લોન લિમિટને 10 લાખ રૂપિયા વધારીને 20 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી.
મુદ્રા લોન યોજના શું છે?
વર્ષ 2015માં શરૂ થયેલી આ યોજનાનો ઉદ્દેશ નાના વેપારીઓથી લઇને નાના ઉદ્યોગોને કોઈ ગેરન્ટી વગર લોન આપવાનો છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાયને શરૂ કરવા માટે લોન લઈ શકે છે.
- આ યોજના સૌથી સારી વાત છે કે તેના હેઠળ ગેરન્ટી વગર લોન મળે છે. આ ઉપરાંત, લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં પણ લેવામાં નથી આવતો.
- લોનનો લાભ લેનારાને એક મુદ્રા કાર્ડ મળે છે, જેની મદદથી વેપારી જરૂર મુજબ પડતા ખર્ચનું પેમેન્ટ આ કાર્ડ દ્વારા કરી શકે છે.
આ લોન વ્યાપારી બેંકો (કમર્શિયલ બેંક), પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, લઘુ ધિરાણ (માઇક્રો ફાઇનાન્સ) સંસ્થાઓ અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓમાં અરજી કરીને મેળવી શકાય છે.
કોને કેટલી લોન મળી શકે?
અત્યાર સુધી મુદ્રા યોજના હેઠળ 3 પ્રકારની લોન મળે છે. પહેલી શિશુ લોન હેઠળ રૂ. 50,000 સુધીની રકમ આપવામાં આવે છે. બીજી કિશોર લોન હેઠળ 50,000થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો છેલ્લી તરુણ લોન હેઠળ, 5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પરંતુ હવે આ મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે.