ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / MS Dhoni cricket academy in Ahmedabad

સારા સમાચાર / ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવા માંગતા હોવ તો થઈ જાવ તૈયાર, MS ધોની એકેડમી હવે અમદાવાદમાં શરૂ

Published By: Gayatri

Last Updated: 04:38 PM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદમાં MS ધોની ક્રિકેટ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે જેની શરૂઆત સુરેશ રૈનાએ કરાવી હતી.

ADVERTISEMENT

  • GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી તૈયાર
  • એમએસ ધોની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ ક્રિકેટર સુરેશ રૈના એ કરાવ્યો
  • ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા યુવાનો માટે આનંદના સમાચાર

MS ધોની ક્રિકેટ એકેડમીની શરૂઆત સુરેશ રૈના દ્વારા કરાઈ છે જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે MS ધોની ક્રિકેટ એકેડમી  તરફથી તાલીમ પ્રદાન કરવામાં આવશે. 

એમએસ ધોની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ ક્રિકેટર સુરેશ રૈના એ કરાવ્યો

આ એકેડમીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની  પણ સમયાંતરે મુલાકાત લઈ યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ સિવાય કેટલાક અન્ય પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ આ એકેડમીના માધ્યમથી યુવાને માર્ગદર્શન આપશે. આર્કા સ્પોર્ટ્સ અને શ્રી એન્ટરપ્રાઇઝના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમીનો પ્રારંભ ક્રિકેટર સુરેશ રૈના એ કરાવ્યો છે.

GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી તૈયાર

અમદાવાદના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી તૈયાર થઈ છે ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેના માટે 6500 રૂપિયા રજિસ્ટ્રેશન ફિસ તરીકે ભરવાના રહેશે. જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રીઓ આપવામાં આવશે. ત્યારબાદ આ એકેડમીમાં ટ્રેનિંગ માટે 3 મહિના પેટે 10,000 રૂપિયા, 6 મહિના માટે 20,000 રૂપિયા જ્યારે 1 વર્ષ માટે 36,000 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. અઠવાડિયાના 6 દિવસ આ એકેડમીમાં યુવાનોને ક્રિકેટને લાગતું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.ત્યારે લોકપ્રિય ભારતીય ક્રિકેટર શું કહી રહ્યાં છે આવો સાંભળીએ.

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni MS Dhoni Cricket Academy spotrs એમ એસ એમ.એસ.ધોની ક્રિકેટ એકેડેમી ધોની સ્પોર્ટસ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ