બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગત વર્ષે જ ફિલ્મ MS ધોનીના લીડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડને લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ફેન્સ હેરાન રહી ગયા હતા. ત્યારે હવે આ ફિલ્મનો ભાગ રહેલા એક્ટર સંદીપ નાહરે પણ સુસાઇડ કર્યાના સમાચાર સામે આવ્યા છે. સંદીપ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા. સોશિયલ મીડિયા દ્વારા તેમણે પોતાનો હાલ વર્ણવ્યો. જોકે તેમના મોતનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસને શંકા છે કે સંદીપે આત્મહત્યા કરી છે.
ADVERTISEMENT
સંદીપ નાહરે ફેસબુક પેઝ પર પોતાના જીવનની મુશ્કેલીઓ અને પત્ની સાથે તણાવભર્યા સંબંધો અંગે એક વીડિયોમાં જણાવ્યું છે. મોત બાદ કેટલાક લોકોએ આને સુસાઇડ ગણાવ્યું છે, પરંતુ ગોરેગાંવ પોલીસનું માનીએ તો આ એક્ટરે આત્મહત્યા કરી કે અન્ય કારણથી તેમનું મોત થયું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આની જાણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.
ADVERTISEMENT
જે પ્રકારે સંદીપ નાહરના મોત પહેલા પોતાના ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે, તેનાથી પણ આ મામલે સુસાઇડ લાગી રહ્યો છે. સંદીપ નાહર બૉલીવુડ ફિલ્મ એમ એસ ધોનીમાં મહત્વના રોલમાં નજરે આવ્યા હતા. આ સિવાય અક્ષય કુમાર અને ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ADVERTISEMENT
પત્ની સાથે ખરાબ સંબંધોની વાત કબૂલી
સંદીપે વીડિયોની સાથે એક નોટ પણ લખી છે, જેમાં તેઓ પોતાની પત્ની અને ઘરવાળાઓ પર મેંટલી ટૉર્ચર અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવતા નજરે આવી રહ્યા છે. તે એવી અનેક ઘટનાઓ અંગે વાત કરતા નજરે આવી રહ્યા છે જેનાથી એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે પત્ની સાથે તેમના સંબંધો ઠીક નહોતા અને બન્ને એકબીજાને સમજતા નહોતા. બન્નેમાં હમણાથી ઝઘડા થતા રહેતા હતા. જોકે આ મામલે આગામી પહેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે. કારણ કે તેમના આવ્યા બાદ જ એ જાણી શકાયું કે મામલો સુસાઇડનો છે કે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.