બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / MP Ranjanben Bhatt's clarification regarding the acquittal of the accused in the hit and run case

વડોદરા / VTV EXCLUSIVE: રંજનબેન ભટ્ટે કહ્યું- મારો ભાવ કુશને બચાવી લેવાનો નહોતો, સામા પક્ષના છોકરાઓ પર FIR ન થાય તે માટે...

Priyakant

Last Updated: 12:22 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Hit and Run Latest News: સાંસદ રંજનબેન ભટ્ટે VTV ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું, મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા, કુશ પટેલને હું છોડાવવા ગઈ ન હતી, કુશના માતા પિતા મને મળવા આવતા મેં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને કુશને મળવા ગઇ હતી

Vadodara Hit and Run : વડોદરા હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીને છોડાવી જવા મામલે હવે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સાંસદ રંજનબેન ભટ્ટ તેમની પાડોશમાં રહેતા કુશ પટેલને હિટ એન્ડ રન કેસમાં છોડાવવા ખુદ પોલીસ સ્ટેશન ગયા હોવાનુ સામે આવ્યું હતું. આ દરમિયાન હવે ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે VTV ન્યૂઝ સાથે વાતચીત કરી આ મામલે સ્પષ્ટતા કરી છે. સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોટા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી, કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ હતી.

વડોદરાના ફતેગંજમાં ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કારચાલકે અડફેટે લીધા હતા. જોકે બાદમાં ચાલક પકડાઈ ગયો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. આ ઘટનામાં ટ્વીસ્ટ તો ત્યારે આવ્યો કે જ્યારે આરોપી નબીરાને છોડાવવા ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા. જે આરોપીની રાત્રે 8:25 કલાકે આરોપીની ધરપકડ થઇ અને માત્ર પોણા બે કલાકમાં જ 10:15 વાગે જામીન પર ખુદ સાંસદ છોડાવી ગયાં હતાં. હવે આ ઘટનાને વડોદરામાં એવી ચર્ચા છે કે, જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હોવ તો હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસ તમારું કંઇ નહીં બગાડી શકે.

જાણો શું કહ્યું સાંસદ રંજનબેન ભટ્ટે ?
સાંસદ રંજનબેન ભટ્ટે VTV ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું કે, મારા પર થઇ રહેલા આરોપ ખોયા છે, હું કુશ પટેલને છોડાવવા ગઇ ન હતી. કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઇ હતી. આ સાથે કહ્યું કે, બે વિધાર્થીઓ રોંગ સાઈડ આવતા હતા, બંને પાસે લાયસન્સ પણ નથી. તેમણે ઉમેર્યું કે, કુશના બહેનના લગ્ન હતા જેથી એને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઇ. પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે.

આ સાથે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે ઇજાગ્રસ્ત વિધાર્થીઓએ ફરિયાદ નથી કરી, હોસ્ટેલના યુનિયનના વિધાર્થી આગેવાનોએ FIR કરી છે. કુશના બહેનના લગ્ન હતા અને તેને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઈ. કુશ પટેલ મારા ઘરની બાજુમાં જ રહે છે. તેમણે કહ્યું કે, હોસ્ટેલમાં ભણતા વિધાર્થીઓ પર FIR ન થાય તે કાળજી રાખવા માટે પણ હું પોલીસ સ્ટેશન ગઈ હતી.

વધુ વાંચો: હિટ એન્ડ રનના આરોપી કુશ પટેલને સાંસદ મેડમ પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા: કહ્યું- આ તો જિંદગીનો અનુભવ છે

સળગતા સવાલો 
શા માટે ફરિયાદી કરી રહ્યા છે સમાધાનનું રટણ? 
શા માટે ફરિયાદી કેમેરા સામે આવવા કરી રહ્યા છે આનાકાની? 
શું સાંસદની એન્ટ્રી બાદ પોલીસ સાથે ફરિયાદી પર પણ છે દબાણ? 
ઘરે લગ્નપ્રસંગ હોય તો લોકોને અડફેટે લેવાની છૂટ કઇ રીતે હોઇ શકે? 
2 વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવાથી ટક્કર મારનાર આરોપી નિર્દોષ કઇ રીતે? 
ઘાયલ વિદ્યાર્થીઓ પર FIRની ગર્ભિત ધમકી શું આરોપીને છોડાવવા માટે ઉચ્ચારવામાં આવી?

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ