બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Mother, who lost son in Morbi tragedy, breaks down in tears on Vhalsoya's birthday

ન્યાયની માંગ / દીવાલો અમને કરડવા આવે, ખાવાનું પણ.!' મોરબી દુર્ઘટનામાં દીકરો ગુમાવનાર માતા, વ્હાલસોયાના જન્મદિવસે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી

Vishal Khamar

Last Updated: 04:50 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં અમદાવાદનાં દંપતિએ જીવ ગુમાવ્યો હતો. જેમાં અમદાવાદનાં અશોકભાઈ અને ભાવનાબેનનું મૃત્યું થયું હતું. ત્યારે મૃતકનાં પરિવારજનોએ કસુરવાલને સજા મળશે તો જ અમને ન્યાય મળ્યો ગણાશે તેવી માંગ કરી છે.

  • અમદાવાદના દંપતિએ પણ દુર્ધટનામાં જીવ ગુમાવ્યો હતો 
  • અમદાવાદના અશોક ભાઈ અને ભાવના બેનનું મૃત્યું થયું હતું 
  • અમદાવાદથી 7 વર્ષની દિકરી સાથે દંપતિ ગયા હતા ફરવા
  • રિપોર્ટ કસુરવારોને સજા મળવી જોઈએ - મૃતક પરિજનો

બરાબર એક વર્ષ પહેલાં રાજ્યના મોરબી શહેરમાં ઝૂલતા બ્રિજ તૂટવાની ઘટના બની હતી,આજે જ્યારે સમગ્ર મામલે તપાસ કરતી SIT દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો,અને રિપોર્ટ મુજબ ઝૂલતા બ્રિજ ઘટના મામલે ઓરેવા વાળા જયસુખ પટેલ ને કસૂરવાર ગણવામાં આવ્યો હતો,ત્યારે ઘટનામાં મૃત્યુ પામનારા નિર્દોષ અશોક ચાવડા અને તેમની પત્ની ભાવના ચાવડા નાં પરિવાર પાસે Vtv ની ટીમ પહોંચી અને જાણ્યું તેમનું દર્દ.મૃતક નાં પરિજનો ની વાત માનવામાં આવે તો SIT નાં રિપોર્ટ પ્રમાણે જેને કસૂરવાર ગણવામાં આવ્યાં છે તેમને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી,તેમજ જે પરિવાર નો એકજ કમાનાર દીકરો આવી ઘટનામાં મૃત્યુ પામ્યો હોય ત્યારે સમગ્ર પરિવાર ઉપર કેવી કઠિન પરિસ્થિતી ઉભી થાય તેનું ધ્યાન રાખીને કોર્ટ દ્વારા કડક કાર્યવાહી નો આદેશ કરવામાં આવે તેવી લાગણી દર્શાવી હતી.

જેસંગભાઈ (મૃતકનાં પિતા)

આ બેબીને સાચવવી તેમજ તેને મોટી કરવાની જવાબદારી મારી પર જ છેઃ  જેસંગભાઈ (મૃતકનાં પિતા)
આ બાબતે મૃતક અશોકભાઈનાં પિતા જેસંગભાઈએ જણાવ્યું હતું કે,  પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. આ બેબીને અત્યારે સાચવવી એને મોટી કરવી, ભણાવવી આ બધી જ જવાબદારી હવે મારી ઉપર જ છે. બીજુ કોણ છે અમારે. દિકરીની દાદીની પણ ઉંમર થઈ. મારી પણ 65 વર્ષની ઉંમર થઈ.  ત્યારે મારે આ બેબીને સાચવવી કે નોકરી માટે જવું. બેબીને ન્યાય મળવો જોઈએ. તેમજ ગુનેગારને સજા થવી જોઈએ. 

બાલુબેન (મૃતકનાં માતા)

મારા દિકરા વગર ઘર સુનુ સુનુ લાગે છેઃ મૃતકનાં માતા
મૃતક અશોકભાઈનાં માતા બાલુબેને જણાવ્યું હતું કે, આજે  મારા દિકરાનો જન્મ દિવસ છે. ત્યારે આજે ખુશીની જગ્યાએ અમે બધા શોકમાં જ છીએ હજુ. મારા દિકરા વગર ઘર સુનુ સુનુ લાગે છે. જે પણ દોષિતો છે તેઓને સજા મળવી જોઈએ.

SIT ની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે SITની ટીમે 5000 પાનાનો તપાસ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર તો બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર તમામ જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. 

શું છે SITના રિપોર્ટમાં ? 
SITના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. આ સાથે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેંચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ