ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડીસા GIDC ખાતે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 18 શ્રમિકોના મોત, આંકડો વધે તેવી શક્યતા
Last Updated: 03:11 PM, 1 April 2025
ADVERTISEMENT
ડીસા GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ સમયે 20 થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા.. આગથી 18 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.. તો 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે..
ADVERTISEMENT
મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે. અત્યારે ગોડાઉનમાંથી શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો યથાવત છે.
બનાસકાંઠા: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભડાકો, 17 લોકોના મોત, લાશની લાઈનો#banaskantha #deesa #gidc #fireoutbreak #firecrackerfactory #firecrackerfactoryfire #VTVDigital pic.twitter.com/yYoN6EKnUf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસ: હવે યુવકના પરિવારજનોએ ખખડાવ્યા ગુજરાત હાઇકોર્ટના દ્વાર
મહત્વનું છે કે આજના દિવસમાં રાજ્યમાં આગની આ બીજી મોટી ઘટના છે.. પહેલી ઘટના જૂનાગઢના જીઆઇડીસી વિસ્તારની છે જ્યાં બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જો કે સદનસીબે જુનાગઢની આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.
ADVERTISEMENT
આ ઘટનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખુબજ ગંભીરતાથી લીધી છે. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. સાથે બનાસકાંઠા જિલ્લના કલેક્ટર અને પ્રભારી મંત્રી સાથે પણ વાતચીત કરી હતી અને બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપી હતી.
તેમણે સ્થાનિક અધિકારીઓને સૂચન કર્યુ હતું કે આ ઘટનામાં શક્ય તમામ મદદ તાકીદે પુરી પાડવામાં આવે મુખ્યમંત્રીની સૂચના બાદ બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ ઘટનાસ્થળે જવા થયા રવાના થયા છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ ગાંધીનગરથી ડિસા જવા રવાના થયા હતા. આ મામલે જ્યારે બળવંતસિંહ સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે તેમને મુખ્યમંત્રી તરફથી સ્થળ પર પહોંચવાની સૂચના મળેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT