ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસ: હવે યુવકના પરિવારજનોએ ખખડાવ્યા ગુજરાત હાઇકોર્ટના દ્વાર
Last Updated: 11:07 AM, 1 April 2025
ADVERTISEMENT
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે.. આ ઘટનામાં મૃતકના પરિજનોએ સીબીઆઇ તપાસ અને પોલીસની કામગીરી મુદ્દે તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટમાં વિસંગતતાને લઇને પણ અરજીમાં દલીલ કરી છે.. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માત્ર 17 ઇજાઓ દર્શાવાઇ હતી, જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં 42 ઇજા થઇ હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ એવો પર આરોપ મુક્યો છે કે હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, અને આ માટે બસના ડ્રાઇવરને ઉભો કરાયો હોવાની દલીલ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ દિકરાના મોતની નિષ્પક્ષ તપાસ માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજથી નેશનલ-સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો, જાણો કયા વાહને કેટલો ટોલ ચૂકવવો પડશે
શું હતી સમગ્ર ઘટના?
ADVERTISEMENT
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.
DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ ઘટનાને લઇને મોટો ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હોવાનો ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT