બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગંભીરા પુલ તૂટતા સર્જાઈ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટનાની યાદ તાજી થઈ
Last Updated: 04:00 PM, 9 July 2025
30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જતા 141 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ અને તેના ડાયરેક્ટર સહિત ત્રણ લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી મૃતકોને ન્યાય મળ્યો નથી. આજે આણંદ-વડોદરાને જોડતો વધુ એક બ્રિજ ધરાશાયી થતા અત્યાર સુધી કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો હજુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
મોરબી બ્રિજ દુર્ઘટનાને અઢી વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ આ કેસની કોર્ટમાં તારીખ પર તારીખ પડી રહી છે. તો ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સહિત અન્ય આરોપીઓ હાલ જામીન પર મુક્ત છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 141 જેટલા નિર્દોષ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે દોષિત લોકો જામીન પર બહાર ફરી રહ્યા છે.
ADVERTISEMENT
તા. 30.10.2022 ના રોજ મોરબીમાં બ્રિજ તૂટી પડ્યો હતો. ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા લોકોમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ 141 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિત 10 જેટલા આરોપઓની ધરપકડ કરવામા આવી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. લાંબા સમય બાદ તેઓ જામીન મુક્ત થયા હતા.
ADVERTISEMENT
આરોપીઓના વકીલ દ્વારા મોરબીની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પાંચ અરજી કરવામાં આવી હતી. અરજીમાં આરોપીના વકીલ દ્વારા આઈપીસી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એ કલમ મુજબ ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામા આવે એવું કહેવામાં આવ્યુ હતું. જેની સામે સરકાર તરફથી આરોપીના વકીલે ડિસ્ચાર્જ માટે જે અરજી કરી હતી. તેનો જવાબ રજૂ કરી દેવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓ સામે ચાર્જશીટમાં જે કલમ છે તે યોગ્ય છે. એવું જણાવવામાં આવ્યું હતું. જે બાદ વિક્ટિમ એસો. ના વકીલે ડિસ્ચાર્જ અરજી સામે વાંધા સાથેનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ દ્વારા કુલ 10 જેટલા આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા હતા. જે બાદ આરોપીઓના વકીલ દ્વારા મૂકવામાં આવેલી જામીન અરજીઓને કોર્ટ દ્વારા મંજૂર કરવામા આવી હતી. જામીન અરજી મંજૂર થતા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ, ઓરેવાના મેનેજર દીપક નવીનચન્દ્ર પારેખ અને દિનેશ મહસુખરાય દવે તેમજ મેઇન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર તથા પ્રકાશ લાલજીભાઈ પરમાર ,એ ઉપરાંત મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ જામીન પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.