બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami's ex-wife said that Shami would plan my murder, posted on Instagram

સ્પોર્ટસ / 'મોહમ્મદ શમી મારા મર્ડરનો પ્લાન કરશે..' પૂર્વ પત્નીએ ઓકયું ઝેર, પોસ્ટ બાદ હડકંપ

Vishal Dave

Last Updated: 08:42 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2018થી મોહમ્મદ શમી અને હસીન જહાં અલગ-અલગ રહે છે. બંનેએ 2014માં લગ્ન કર્યા હતા અને 2015માં શમી અને હસીન જહાં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાંએ ફરી એકવાર શમી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હસીન જહાં અને મોહમ્મદ શમીના છૂટાછેડા થઈ ગયા છે, પરંતુ તેણે આરોપ લગાવ્યો છે કે શમી સરકાર અને પોલીસ સાથે મળીને તેની હત્યાની યોજના બનાવશે. આ સિવાય હસીન જહાંએ કહ્યું કે તેનો જન્મ અને અભ્યાસ ભારતમાં થયો છે, પરંતુ મુસ્લિમ હોવાને કારણે તેને ક્યારેક દુઃખી થવું પડે છે. હસીન જહાંએ પૂછ્યું કે ભારતમાં એક જ ધર્મના લોકોને એક જ દ્રષ્ટિકોણથી કેમ જોવામાં નથી આવતા? હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે એમ પણ કહ્યું છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને દરેક ધાર્મિક પુસ્તક આ જ કહે છે.

 

2014માં લગ્ન કર્યા હતા

2018થી મોહમ્મદ શમી અને હસીન જહાં અલગ-અલગ રહે છે. બંનેએ 2014માં લગ્ન કર્યા હતા અને 2015માં શમી અને હસીન જહાં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. આ પછી હસીન જહાંએ શમી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. શમીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમયે તે પોતાના અંગત જીવનમાં એટલો પરેશાન હતો કે તેણે આત્મહત્યા વિશે પણ વિચારવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર


હસીન જહાંએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કંઇક આમ લખ્યું

હસીન જહાંએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'મારા સ્ટાર પતિ અને તેના પરિવાર દ્વારા મારી સાથે ઘણું ખોટું કરવામાં આવ્યું છે. હું લાચાર હતી અને પ્રશાસન અને કાયદાની મદદ લેવી પડી. મને જે રીતે વહીવટી મદદ મળવી જોઈએ તે રીતે મળી નથી. અમરોહા પોલીસે મને અને મારી 3 વર્ષની દીકરી પર અત્યાચાર કર્યો. સરકાર પણ મારી સાથે અન્યાય જોતી રહી. આ પોસ્ટમાં હસીન જહાંએ ઘણા આરોપો લગાવ્યા છે અને અંતમાં લખ્યું છે કે, 'તમે લોકો શમી અહેમદને જુઓ... તેઓ ભાજપ સરકાર અને યુપી પોલીસની મદદથી મારી હત્યા કરવાનો પ્લાન બનાવશે.' હસીન જહાંની આ પોસ્ટ પર અનેક પ્રકારની કમેન્ટ આવી રહી છે, કેટલાક લોકો તેના વિશે ખરાબ કહી રહ્યા છે તો કેટલાક તેના સમર્થનમાં કમેન્ટ પણ કરી રહ્યા છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ