બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / modi Government Obeyed Supreme Court Order On Unnatural Sex, Adultery

કાયદો / અપ્રાકૃતિક શારીરિક સંબંધ, વ્યભિચાર ગુનો નથી: મોદી સરકારે SCનો ચુકાદો માન્ય રાખ્યો, લીધો મોટો નિર્ણય

Published By: Parth

Last Updated: 12:43 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં અપ્રાકૃતિક સંબધ અને વ્યભિચાર ગુનો ગણાશે નહીં. મોદી સરકારે સમિતિની ભલામણો ફગાવી

  • ભારતીય ન્યાય સંહિતા સંશોધિત સંસ્કરણ સાથે સંસદમાં રજૂ 
  • સંશોધિત બિલમાં સમલૈંગિક સંબંધ અને વ્યભિચાર અપરાધ નહીં 
  • સંસદીય સમિતિ આ બંનેને અપરાધની શ્રેણીમાં મૂકવા કરી હતી ભલામણ 
  • મોદી સરકાર સમિતિની જગ્યાએ સુપ્રીમ કોર્ટને માન્ય રાખી 

સંસદની એક સમિતિએ એડલ્ટરિ એટલે કે વ્યભિચાર તથા અપ્રાકૃતિક શારીરિક સંબંધને અપરાધની શ્રેણીમાં રાખવા ભલામણ કરી હતી, જોકે સરકારે તેનો સ્વીકાર કર્યો હતો. 

ભારતમાં સમલૈંગિક સંબંધો ( અપ્રાકૃતિક સંબંધ ) તથા વ્યભિચાર ( એડલ્ટરિ ) અપરાધ નથી. સરકારે નવા સંશોધન સાથે ભારતીય ન્યાય સંહિતા ખરડો સંસદ મૂક્યો છે. આ ખરડામાં મોદી સરકારે સંસદીય સમિતિની ભલામણની જગ્યાએ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને મહત્વ આપ્યું છે. 

સુપ્રીમ કોર્ટે ખતમ કર્યા હતા કાયદા 
સુપ્રીમ કોર્ટે ધારા 377 તથા ધારા 497ને ખતમ કરી દીધી હતી, કેન્દ્ર સરકારે મૂકેલા ખરડામાં પણ આ બંને ધારાને બહાર રાખવામાં આવી છે. ધારા 377 અપ્રાકૃતિક સંબંધ જ્યારે ધારા 497 એડલ્ટરિ સાથે સંકળાયેલી છે. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં વ્યભિચાર એટલે કે એડલ્ટરિને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધું હતું, ભારતમાં એડલ્ટરીના આધારે ઘણા બધા છૂટાછેડા થતાં હતા. વ્યભિચાર કે એડલ્ટરિનો અર્થ થાય છે કે પતિ અને પત્ની દ્વારકા કોઈ અન્ય સાથે સંબંધ રાખવો. 

2018માં જ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક કપલ વચ્ચે સહમતીથી સેક્સને પણ અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટથી સહમત નહોતી પાર્લામેન્ટ્રી કમિટી
જોકે સંસદીય સમિતિએ સુપ્રીમ કોર્ટ સાથે અસહમતી દર્શાવાઈ હતી. ગૃહ મામલાઓની સ્થાયી સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી  બંને ધારાઓને રાખવામાં આવે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતમાં સમલૈંગિક સંબંધ અને એડલ્ટરિ ગેરકાયદેસર ગણાશે નહીં. 

બ્રિજલાલની અધ્યક્ષતા વાળી સંસદીય સમિતિએ ચોથી ડિસેમ્બરે સંસદમાં રિપોર્ટ રજૂ કરીને ભલામણ કરી હતી કે ધારા 377ને ફરીથી જોડી દેવામાં આવે. કમિટીએ એમ પણ કહ્યું કે ભારતીય સમાજમાં વિવાહ એક પવિત્ર સંબંધ છે એવામાં પવિત્રતાને જાળવી રાખવા માટે વ્યભિચાર ન થવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

bharatiya nyay samhita unnatural sex Modi government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ