બ્રેકિંગ ન્યુઝ
VTV / modi government give nod for formation of national recruitment agency
Last Updated: 04:26 PM, 19 August 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કેબિનેટમાં રાષ્ટ્રીય ભરતી એજન્સીની જાહેરાત કરવામાં આવી છે. આના દ્વારા ભરતી પ્રક્રિયા સરળ બનશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય ભરતી એજન્સીની ઘોષણા
કેન્દ્ર સરકારે યુવાનો માટે નોકરીની શોધમાં ખુબ સારા સમાચાર આપ્યા છે. આજે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત વર્ષમાં બે વાર ટેસ્ટ લેવામાં આવશે અને એક હજાર પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવશે. ઉંમર છૂટછાટ મળશે નહીં. ફી છૂટ સમાન રહેશે. આ અંતર્ગત પરીક્ષાઓ 12 ભાષાઓમાં થશે. રાષ્ટ્રીય ભરતી એજન્સીનું મુખ્ય મથક દિલ્હી હશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી પૈસાની બચત પણ કરશે, તેઓને વધારે આમ-તેમ દોડવું નહીં પડે.
Union Cabinet approves setting up of 'National Recruitment Agency' to conduct Common Eligibility Test. This decision will benefit job seeking youth of the country: Union Minister Prakash Javadekar pic.twitter.com/oSbo1sIAus
— ANI (@ANI) August 19, 2020
6 ઍરપોર્ટને ખાનગીકરણને મંજૂરી
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકની કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં વિગતવાર આપી હતી. દેશના 6 એરપોર્ટનું સંચાલન અને સંચાલન ખાનગી પ્લેયરને આપવામાં આવ્યું છે. જેમાં જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ઍરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ લીઝ પર આપવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
દેશના ખેડૂતો માટે મોટી જાહેરાત
Union Cabinet approves proposal for leasing out Jaipur, Guwahati and Thiruvananthapuram airports, of Airports Authority of India (AAI), through Public-Private Partnership: Union Minister Prakash Javadekar pic.twitter.com/BVBl7eRAcM
— ANI (@ANI) August 19, 2020
પીએમના નિવાસ સ્થાને મળનાર આ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે. શેરડીના ખરીદ મુલ્યમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ગત વર્ષે આ ખરીદ મુલ્યમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત દેશના 3 એરપોર્ટને PPP ધોરણે વિકાસવવાની મંજૂરી પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT