બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Politics / Mobs brutalize women in Manipur, PM Modi says no one will be spared

મોટું નિવેદન / મણિપુરમાં ટોળાંએ મહિલાઓને નગ્ન કરી બર્બરતા આચરી, દેશ આખો હતપ્રત, PM મોદીએ કહ્યું કોઈને છોડવામાં નહીં આવે

Priyakant

Last Updated: 11:23 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Statement Of Manipur Violence News: સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ, મણિપુરની મહિલાઓના વીડિયો પર PM મોદીએ કહ્યું.......

  • આજથી સંસદનું ચોમાસુ સત્ર, PM મોદીએ આપ્યું મોટું નિવેદન 
  • અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ: PM મોદી 
  • PM મોદીએ મણિપુરની મહિલાઓના વીડિયો પર પણ નિવેદન આપ્યું
  • હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અમે ગુનેગારોને છોડીશું નહીં: PM મોદી

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના પહેલા જ દિવસે મણિપુર હિંસા અને દિલ્હી વટહુકમ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે. બીજી તરફ PM મોદી સામે વિરોધ પક્ષોની એકતા બાદ સરકારને ઘેરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સંસદનું સત્ર સુચારૂ રીતે ચાલે છે કે નહીં.

મણિપુરમાં બે મહિલાઓ નગ્ન થઈને ફરતી હોવાના મામલામાં કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સોશિયલ મીડિયા પર વીડિયો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ ઘટનાના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. 

સંસદ સત્ર PM મોદીનું મોટું નિવેદન 
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. PM મોદીએ મણિપુરની મહિલાઓના વીડિયો પર પણ નિવેદન આપ્યું હતું. PM મોદીએ કહ્યું કે, હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અમે ગુનેગારોને છોડીશું નહીં. PM મોદીએ કહ્યું, મારું દિલ દર્દથી ભરેલું છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. કોણ પાપી છે, ગુનાખોરી કરનારા કોણ છે, તેઓ પોતાની જગ્યાએ છે. પરંતુ સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે.

PM મોદીએ મુખ્યમંત્રીઓને કરી અપીલ
PM મોદીએ કહ્યું, હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે, તેઓ તેમના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને અમારી માતાઓ અને બહેનોની સલામતી માટે સખત પગલાં લો. ઘટના રાજસ્થાન, છત્તીસગઢ કે મણિપુરની હોય. આ દેશમાં ભારતના કોઈપણ ખૂણામાં, કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકારણથી ઉપર ઉઠીને, કાયદો અને વ્યવસ્થા અને મહિલા સન્માનનું મહત્વ હોવું જોઈએ. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. કાયદો તેની તમામ શક્તિ સાથે એક પછી એક પગલા લેશે. મણિપુરમાં દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.

મણિપુરમાં બે મહિલાઓનો નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરવાનો આ વીડિયો 4 મેના રોજ એટલે કે હિંસા શરૂ થયાના એક દિવસ પછીનો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. વીડિયો કંગકોપીનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટોળું 2 મહિલાઓને નગ્ન અવસ્થામાં ખેતરમાં ખેંચી રહ્યું છે. 

ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ દાવો કરે છે કે, ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી 21 જૂને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને આર્મ્સ એક્ટની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મુખ્ય આરોપીની ધરપકડ
મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને નિર્દયતાથી મારવામાં આવતા વાયરલ વીડિયોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીનું નામ ખુયરુમ હેરદાસ છે. પોલીસે આજે સવારે થોબલ જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી છે ચિંતા 
મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર ખુલ્લેઆમ પરેડ કરવા બદલ દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મણિપુરમાં ગઈકાલે બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હોવાનો જે વીડિયો સામે આવ્યો હતો તેનાથી તે ખરેખર પરેશાન છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સરકારને આ મામલે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સિવાય ચીફ જસ્ટિસે કહ્યું કે આવી ઘટનાઓને બિલકુલ સ્વીકારી શકાય નહીં. CJIએ કહ્યું કે, આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર પગલાં નહીં લે તો અમે કરીશું. 

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
કોર્ટે આ મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવતા સપ્તાહે શુક્રવારે આ મામલે સુનાવણી થશે. આ મામલાને લઈને CJI ચંદ્રચુડે કહ્યું, આ તસવીરો જોઈને અમે ચોંકી ગયા છીએ. હિંસા પ્રભાવિત વિસ્તારમાં મહિલાઓનો સામાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમને જણાવવું જોઈએ કે જે લોકો આ માટે જવાબદાર છે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના રાજીનામાની માંગ, મહિલાઓનો વીડિયો શેર કરવા પર પ્રતિબંધ 
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ અને યૌન શોષણના મામલામાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ગુરુવારે (20 જુલાઈ) કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મહિલાઓના વીડિયો શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકાર વતી ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચના જાહેર કરીને મણિપુરી મહિલાઓના નગ્ન અવસ્થામાં ફરતી હોવાના વાયરલ વીડિયો શેર કરવાનું બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને કહ્યું કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે, કારણ કે મામલો હજુ તપાસ હેઠળ છે.

બે મહિનાથી ચાલી રહી છે હિંસા 
મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી વંશીય હિંસાની સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મણિપુરમાં છેલ્લા 10 દિવસમાં સ્થિતિ સુધરી છે. આ નિવેદનો વચ્ચે સોશિયલ મીડિયા પર મણિપુરની બે મહિલાઓના ન્યૂડ પરેડના વીડિયોએ હંગામો મચાવ્યો છે. મણિપુરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યના સીએમ એન બિરેન સિંહને રાજકીય પક્ષો દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને ભાજપના આગેવાનો દ્વારા પણ સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ