બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / MNS Chief Raj Thackeray reaches ED office with family for ilfs case inquiry

સકંજો / ED ઓફિસમાં રાજ ઠાકરે, 450 કરોડના IL&FS કેસમાં પૂછપરછ થઈ શરૂ

Bhushita

Last Updated: 01:18 PM, 22 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહિનૂર બિલ્ડિંગ કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. રાજ ઠાકરેની સાથે તેમના દીકરો અમિત અને દીકરી ઉર્વશી પણ છે. ઈડી ઓફિસમાં અધિકારી રાજ સાથે લગભગ એક કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલાં મહારાષ્ટ્ર પોલિસે કાર્યવાહી શરૂ કરી હતી. ઈડી ઓફિસની તરફથી પણ દરેક રસ્તાને ખાલી કરાવી દેવાયા છે. આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગાડીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે.

શું છે કેસ?
આઈએલ એન્ડ એફએસે કોહિનૂર સીટીએનએલને લોન આપી હતી અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું. સીટીએનએલે લોન પેમેન્ટમાં ડિફોલ્ટ કરી દીધું હતું. સીટીએનએલમાં રાજ ઠાકરે પણ પાર્ટનર હતા. જો કે, બાદમાં તેઓ પોતાના શેર વેચીને બહાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઠાકરે એ વર્ષે શેર વેચ્યાં જ્યારે આઈએલ એન્ડ એફએસે નુકસાનમાં સીટીએનએલના શેર વેચ્યા હતા.

મુંબઈમાં 4 જગ્યાએ લાગૂ થઈ કલમ 144
હાલમાં મુંબઈમાં 4 જગ્યાઓએ કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે જગ્યાઓએ આ કલમ લગાવવામાં આવી છે તેમાં દાદર, મરીન ડ્રાઈવ, એમઆરએ માર્ગ અને આઝાદ મેદાનનો સમાવેશ થાય છે.  ઈડીના પૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશીના દીકરા ઉન્મેશ જોશીના સ્વામિત્વવાળા કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાથી વધારેનું આઈએલ એન્ડ એફએસના રોકાણ અને બકાયા રકમની કથિત અનિયમિતતાની તપાસ કરવામાં આવી રહી છે. કોહિનૂર સીટીએનએલ એક રિયાલિટી ક્ષેત્રની કંપની છે જે પશ્ચિમ દાદરમાં કોહિનૂર સ્ક્વેયર ટાવરનું નિર્માણ કરી રહી છે. 

રાજ ઠાકરેએ વેચી દીધા શેર
જોશીની કંપની અને તેના રોકાણ પહેલેથી જ સવાલોમાં ફસાયેલા છે. કારણ કે લગભગ 135 કરોડ રૂપિયા આઈએલ એન્ડ એફએસના પ્રમુખ ડિફોલ્ટરોમાંથી છે. ઉન્મેશ જોશી, ઠાકરે અને તેમના સહયોગી દ્વારા એક દશક પહેલાં લોન્ચ કરવામાં આવી. તેમના 421 કરોડ રૂપિયામાં કોહિનૂર મિલ્સ નંબર 3 ખરીદવાની યોજના હતી. પણ આઈએલ એન્ડ એફએસે 2008માં પોતાના હાથ પાછા ખેંચી લીધા અને સાથે 90 કરોડમાં પોતાના શેર વેચી દીધા. રાજ ઠાકરે પણ તેમાંથી શેર વેચીને બહાર નીકળી ગયા હતા. 

ઈડીએ રવિવારે રાજ ઠાકરે અને તેના સહયોગી રહેલા પૂર્વ લોકસભા અધ્યક્ષ અને સત્તારૂઢ સહયોગી શિવસેના નેતા મનોહર જોશીના દીકરા ઉન્મેશ જોશીની સાથે એક અન્ય કારોબારી સહયોગીને નોટિસ આપી. ત્યારબાદ રાજકારણમાં ભૂકંપ આવ્યો. મુંબઇ પોલિસે ગુરુવારે એમએનએસના અનેક કાર્યકર્તાની ધરપકડ કરી અને સાથે ચાર વિસ્તારોમાં કલમ 144 લગાવી દીધી.

મુંબઈમાં ઈડી ઓફિસની બહાર પ્રદર્શન કરવા પહોંચેલા મહારાષ્ટ્ર નવનિર્માણ(મનસે) સેનાના નેતા સંદીપ દેશપાંડેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ એક અન્ય યુવા કાર્યકર્તાએ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી. રાજ ઠાકરેએ સમર્થકો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ શાંત રહે. ઈડીએ મોકલેલી નોટિસનું સન્માન કરે. નોટિસ બાદ રાજના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પણ સમર્થનમાં ઉતર્યા. તેઓએ પત્રકાર પરિષદ યોજી અને પોતાનું સમર્થન જાહેર કર્યું. ઉદ્ધવે બુધવારે કહ્યું કે, મને નથી લાગતું કે કાલે કરેલી પુછપરછમાં કંઈ સામે આવશે. જેથી આપણે એક બે દિવસ રાહ જોવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

IL&FS Case MNS Mumbai Raj Thackery રાજ ઠાકરે Raj Thackeray
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ