બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / MLAs from Baroda visited C R Patil

વિવાદ / બરોડા ડેરીના મૂળિયાં ડગમગાવવા વડોદરાના 3 ધારાસાભ્યો પહોંચ્યા સી આર પાટીલ પાસે, નવાજૂનીના એંધાણ

Dinesh

Last Updated: 08:41 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડાના ધારાસભ્યો કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલે આજે સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની મુલાકાત લીધી

  • બરોડાના ધારાસભ્યોએ સી આર પાટીલની મુલાકાત લીધી
  • બરોડા ડેરીના વિવાદને લઈ મુલાકાત લીધી હોવાની શક્યતા
  • અમે ફક્ત શુભેચ્છા મુલાકાત કરવા આવ્યા હતા: ધારાસભ્ય

સુરતનો સુમૂલ ડેરીનો વિવાદ માંડ માંડ થાળે પડ્યો છે ત્યારે બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે તંગ થતો જાય છે. બરોડાના ધારાસભ્યોએ ડેરીના સંચાલકો સામે મોરચો માંડ્યો છે પશુપાલકોના ભાવ ફેરના મુદ્દે ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે જે બાબતે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ આજે સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને રજુઆત કરવા પહોંચ્યાં હતા

ત્રણ ધારાસભ્યોની સી આર પાટીલ સાથે મુલાકાત
સી આર પાટીલની ઓફિસે બે કલાક સુધી બરોડા ડેરીના મુદ્દે બેઠક ચાલી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ત્રણેય ધારાસભ્યને આશ્વાસન આપ્યું હતું કે જલ્દીથી આ મુદ્દો ઉકેલાઈ જશે. ધારાસભ્યોએ બહાર આવીને જણાવ્યું હતું કે, અમે ફક્ત શુભેચ્છા મુલાકાત કરવા આવ્યા હતા. પરંતુ જે પ્રમાણે બેઠક લાંબી ચાલી હતી તેનાથી અંદાજો લગાવી શકાય કે ચોક્કસ કંઈક નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે. અમે ડેરીના સંચાલકોને આવતીકાલે બાર વાગ્યા સુધીનો અલ્ટીમેટમ આપ્યું છે જો નીવોડો ન આવે તો ડેરીના ગેટ સામે પ્રતિક ધરણા ચાલુ કરવામાં આવશે અને સત્તાધીશોને ચીમકી આપી હતી કે, આનું સમાધાન નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. 

ધારાસભ્ય કેતન ઇનામદાર

સમગ્ર મામલો
બરોડા ડેરી પર ફરી એક વાર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરીના વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી થોડા દિવસ અગાઉ પણ તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. 

કેતન ઈનામદારે શું આક્ષેપ કર્યા હતા? 
- બરોડા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે
- ડેરીના દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે
- બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર
- 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું
- 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું
- ઓછા રૂપિયાનું ટેન્ડર આવે તો તેમાં ફેરફાર પણ કરાવાય છે
- ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ
- બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે
- મોટા મોટા પદ પર ડિરેક્ટરોના સગાઓને નોકરી અપાઈ
- જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીમાં રમેશ બારીયાના સગાઓને પણ ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
- ચીઝ પ્લાન્ટમાં ચીઝ કેટલ પ્લાન્ટની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર
- બોડેલી કિલિંગ સેન્ટરમાં વધારાનું લાઈટ બિલ ચૂકવવાનો આરોપ.
- 2022માં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજરની જરૂર ના હોવા છતાં ભરતી કરવાનો આરોપ.

સામા પક્ષે શું પ્રત્યાક્ષેપો કર્યા? 
- ભષ્ટ્રાચાર થયો નથી નિયમ પ્રમાણે કામ કરવા આવ્યું છે.
- 2012માં દૂધની આવક  3.75 લાખ લીટર હતી, ત્યારે 2400 કર્મચારી હતા.
- આજે દૂધની દૈનિક આવક 7 લાખ લીટર છે અને કર્મચારીઓને ઘટાડીને 1300 કરવામાં આવ્યા છે.
- 50 ટકા સ્ટાફ ઘટાડીને દૂધની આવક ડબલ કરવામાં આવી છે.
- કોઈ સગાઓને નોકરી નથી આપી, નિયમ મુજબ કાર્યવાહી કરીને લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોને નોકરી આપી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ