બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Keshaji Chauhan's statement regarding water issue in Banaskantha

નિવેદન / '...તો હું જાહેરમાં નહીં પાઘડી પહેરું કે નહીં સન્માન સ્વીકારૂં', બનાસકાંઠામાં પાણીના પ્રશ્નને લઇ ભાજપના જ MLA કેશાજી ચૌહાણ મેદાને

Malay

Last Updated: 03:01 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં પાણીના પ્રશ્નને લઈ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું નિવેદન, તેમણે જણાવ્યું કે, ભગવાન ભૂગર્ભ જળ ઉંચું લાવવાનો રસ્તો નહીં બતાવે ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું.

 

  • બનાસકાંઠા જિલ્લામાં પાણીના પ્રશ્નને લઈ ધારાસભ્ય મેદાને 
  • પ્રશ્ન હલ ન થાય ત્યા સુધીનું કોઇ સન્માન નહી સ્વીકારુંઃ કેશાજી ચૌહાણ  
  • ભૂગર્ભ જળ ઉંચા ન આવવા સુધી સન્માન નહીં સ્વીકારું: કેશાજી

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. ત્યારે આ પ્રશ્નને લઈને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે બાંયો ચઢાવી છે. કેશાજી ચૌહાણે જણાવ્યું છે કે, 'જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યા સુધીનું હું કોઇ સન્માન નહીં સ્વીકારું.'

ઉત્તર ગુજરાતમાં બચ્યું છે માત્ર 11 ટકા ભૂગર્ભ જળઃ કેશાજી ચૌહાણ 
દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મોટો પ્રશ્ન ભૂગર્ભના જળનો છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ માત્ર 11 ટકા બચ્યું છે. ઉત્તર ગુજરાતમાં 89% ભૂગર્ભ જળ વપરાઈ ગયું છે. એટલે કે 89 ટકા અંદરનું પાણી આપણે વાપરી ચૂક્યા છીએ. આપણી જિંદગી તો કદાચ પૂરી થઈ જશે, પણ ભવિષ્યમાં શું થશે. જો આની ચિંતા અત્યારથી નહીં કરીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી ઉભી થશે. 

'નદી કે નહેરનું પાણી લાવવું અઘરું' 
તેમણે જણાવ્યું કે, આપણો વિસ્તાર ભૌગોલિક રીતે એવો છે કે નર્મદા મુખ્ય કેનાલથી, નર્મદા ડેમથી અને દરિયાની સપાટીથી ઊંચો ભાગ છે. એટલે કુદરતી લેવલથી કોઈ બીજી નદી કે નહેરનું પાણી લાવવું અઘરું છે. અમારે પમ્પિંગ કરીને જ પાણી લાવવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે સરકારની પણ ખૂબ ઈચ્છા છે પાણી ક્ષેત્રે કંઈક કરવાની પણ હજુ સુધી  આમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે હજી દિશા મળતી નથી. 

કોઈ પણ કાર્યક્રમમાં સન્માન નહીં સ્વીકારુંઃ કેશાજી ચૌહાણ
સંકલ્પને લઈને કેશાજી ચૌહાણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ભૂગર્ભમાં જળ સિંચાઈના પાણી માટે આપણને ભગવાન માર્ગ ન દેખાડે ત્યાં સુધી મેં જાહેરમાં કોઈના ફૂલહાર ન સ્વીકારવાનો અને સાલ કે પાઘડી ન પહેરવાનો સંકલ્પ કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha MLA Keshaji Chauhan MLA કેશાજી ચૌહાણ water issue પાણીનો પ્રશ્ન બનાસકાંઠા ન્યૂઝ Statement of MLA Keshaji Chauhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ