બ્રેકિંગ ન્યુઝ
નીલિગરી પહાડી પર સુપ્રસિદ્ધ વ્યક્તિઓના રિસોર્ટ
ADVERTISEMENT
નીલગિરી પહાડીના મદુમલાઇ ફોરેસ્ટ રેંજમાં કેટલાક સુપ્રસિદ્ધ વ્યક્તિઓએ પોતાના રિસોર્ટ બનાવી લીધા હતા. જેમાં મિથુન ચક્રવર્તીનો પણ એક રિસોર્ટ છે. આ વિસ્તારમાં હવામાન બદલાતા મોટી માત્રામાં હાથીનું ઝૂંડ ત્યાંથી પસાર થાય છે. રિસોર્ટ બનાવામાં આવ્યાં પછી ત્યાં લોકોની જનસંખ્યા વધવા લાગી. જેના કારણે આ રોડ પરથી હાથીઓના પસાર થવા પર અસર પડી રહી છે.
મદ્રાસ હાઇકોર્ટે 2011માં આદેશ આપ્યો હતો
મદ્રાસ હાઇકોર્ટે 2011માં જ રિસોર્ટ તોડવા આદેશ આપ્યો હતો. પરંતુ મિથુન ચક્રવર્તી સહિત કેટલાંક લોકો આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં અટકીને પડ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોકર્ટે હાઇકોર્ટના આદેશ પર મહોર લગાવી દીધી છે.
ADVERTISEMENT
મિથુને હાઇકોર્ટની અરજીને સુપ્રીમમાં પડકારી
2011માં હાઇકોર્ટે પર્યાવરણ પરના ખતરાને ધ્યાનમાં રાખીને કોર્ટે મિથુનના રિસોર્ટ સહિત આ વિસ્તારના કેટલીક હોટલોના ડિમોલેશન માટે પણ આદેશ આપ્યો હતો. જો કે મિથુન ચક્રવર્તીએ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં કોર્ટમાં પડકારતાં અરજી દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે તેના રિસોર્ટથી કેટલાંગ આદિવાસીઓને રોજગારી મળે છે. આ સાથે જ આ ક્ષેત્રમાં રિસોર્ટ હોવું અને લોકોના આવનજાવનના કારણે હાથીઓના ગેરકાયદે શિકાર પર પણ રોક લાગી છે. જેના કારણે તેના રિસોર્ટને તોડવાથીમાંથી મુક્તિ મળવી જોઇએ.
ADVERTISEMENT
હાઇકોર્ટે આદેશમાં આપ્યું હતું આ કારણ
મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ઇકોટૂરિઝમના નામ પર બનાવામાં આવેલા મિથુનના હોટલથી પર્યાવરણથી ઘણું નુકસાન થઇ રહ્યું છે. આ બંગાળ એલિફંટ કોરિડોરમાં પડે છે અને આ જમીન પર વન વિભાગનો અધિકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.