બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Mirabai Chanu won silver medal in Tokyo Olympics. He released a video on the situation in Manipur

Please Help / 'મણિપુરના લોકોના જીવ...' ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર મીરાંબાઈએ હાથ જોડીને PM મોદીને શું અપીલ કરી?

Pravin Joshi

Last Updated: 12:36 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે મણિપુરની સ્થિતિ પર એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું - હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આ સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવાની અપીલ કરું છું.

  • ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ પીએમ મોદીને કરી અપીલ
  • મણિપુર હિંસાને લઈને મીરાબાઈએ ચિંતા વ્યક્ત કરતા સરકારને કરી અપીલ
  • ટ્વિટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કરીને વડાપ્રધાન મોદીને કરી અપીલ

હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આ સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવાની અપીલ કરું છું. જેથી મણિપુરના લોકોના જીવન બચાવી શકાય. અને તેઓ પહેલાની જેમ શાંતિથી પોતાનું જીવન જીવી શકે. આવું કહેવું છે ઓલિમ્પિક મેડલ જીતનારી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુનું. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ અપીલનો વીડિયો પણ જાહેર કર્યો છે. મણિપુર હિંસામાં મૈતી અને કુકી સમુદાયો વચ્ચે 3 મેથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આમાં લગભગ 150 લોકોના મોત થયા છે. લાખો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.

મીરાબાઈ ચાનુ અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહી છે

મીરાબાઈ ચાનુ હાલ અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહી છે. તેણે ખેલાડીઓ માટે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. વીડિયોમાં તેણે કહ્યું કે, મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષને લગભગ ત્રણ મહિના થવા જઈ રહ્યા છે. પરંતુ હજુ પણ દૂર-દૂર સુધી શાંતિ દેખાતી નથી. ઘણા ખેલાડીઓ તેના કારણે તાલીમ પણ લઈ શકતા નથી. નાના બાળકોના શિક્ષણને પણ આ લડાઈથી અસર થઈ છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા ઘરો બળીને ખાખ થઈ ગયા છે.

દેશની દીકરીએ અપાવ્યું બહુમાન, મીરાબાઈ ચાનૂએ સિંગાપુરમાં જીત્યો ગોલ્ડ મેડલ| mirabai  chanu qualifies for commonwealth games by clinching gold in singapore

ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યો

મીરાબાઈ ચાનુએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણી કહે છે કે આટલા દૂર હોવા છતાં પણ તે પોતાના ઘરમાં ચાલી રહેલી લડાઈ વિશે વિચારવાથી પોતાને રોકી શકતી નથી. ઍમણે કહ્યું, મારું ઘર મણિપુરમાં છે. હું હાલમાં અમેરિકામાં આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સની તૈયારીમાં રહું છું. હું મણિપુરમાં નથી, પણ હું હંમેશા ત્યાં ચાલી રહેલા સંઘર્ષના અંત વિશે વિચારું છું.

નાનપણમાં બળતણ માટે લાકડીઓ વીણતી હતી મીરાબાઈ ચાનૂ, એક પુસ્તકે જીંદગી બદલી  નાંખી | weightlifter mirabai chanu life full of struggle used to weave wood  in childhood

જનજાતિ માટે અનામત અંગેના મતભેદને કારણે હિંસા

મણિપુર હિંસા આદિવાસી જૂથો અને બહુમતી મૈતી સમુદાય વચ્ચે આર્થિક લાભો અને અનુસૂચિત જનજાતિ માટે અનામત અંગેના મતભેદને કારણે શરૂ થઈ હતી. મણિપુર હાઈકોર્ટે 27 માર્ચે આદેશ જારી કર્યો હતો. જેમાં રાજ્ય સરકારને મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સમાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ આદેશ સામે 3 મેના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં હિંસા શરૂ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ