બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mini Somnath is located in Ahmedabad, sprinkling the holy water here will dissolve all sorrows

દેવ દર્શન / અમદાવાદમાં આવેલું છે મીની સોમનાથ, અહીંના પવિત્ર જળના છંટકાવથી દરેક દુખ થશે ભસ્મ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:13 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મંદિર મીની સોમનાથ તરીકે જાણીતુ છે

  • કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે
  • સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ
  • બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી 

અમદાવાદ નજીક કોટેશ્વરગામમાં સાબરમતી નદી કિનારે સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મીની સોમનાથ તરીકે જાણીતુ મંદિર આવેલુ છે રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી નાગરશૈલીમાં બનાવવામાં આવેલા મહાદેવના મંદિરમાં શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. 

સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ
અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે. સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મંદિર મીની સોમનાથ તરીકે જાણીતુ છે. સાબરમતી નદીના કિનારે લીલાછમ વૃક્ષોની વચ્ચે  નીરવ શાંત વાતાવરણ મહાદેવની હાજરીનો અહેસાસ કરાવે છે. મંદિરને નાગરશૈલીમાં બનાવવામાં આવ્યુ છે. રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી કોટેશ્વર મહાદેવ મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી છે. હાલ જ્યાં કોટેશ્વર છે ત્યાં  દેરી પાસે એક સંત શિવભક્તિ કરતા અને ત્યાં જ રહેતા હતા એકવાર ગાયકવાડ કોટેશ્વર પાસેથી પસાર થયા ત્યારે થોડીવાર સંત પાસે રોકાયા આ નાની મુલાકાતમાં સંતથી પ્રભાવિત ગાયકવાડે મંદિર બનાવવા સંતને સહાય કરી હતી. 

Paranormal sightings of Koteshwar Mahadev at Koteshwar village in Ahmedabad

અખંડધૂણી મદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે
શિવલીંગની સામે મંદિરમાં બે નંદી છે શ્વેત નંદી મંદિરના ઘુમ્મટ નીચે અને શ્યામ નંદી મંદિરની બહારના છત્ર નીચે બિરાજે છે. દર્શનાર્થીઓની પોતાની મનોકામનાની અરજ  શ્વેત નંદી કાનમાં કરે છે. મંદિરના શિખર પાસે થી સૂર્યાસ્તના કિરણો  ભોલેબાબાને સાક્ષાતકાર કરાવે છે. ગુજરાત મહારાષ્ટ્ર અને કાશીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ કર્યા બાદ તેની અખંડધૂણી મદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે. શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવસ દરમ્યાન ચાલતા નિયમિત લઘુરુદ્રપાઠાત્મક મંદિરમાં અનોખી ઉર્જા ઉત્પન્ન કરે છે   

મંદિર પરિસર  હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે
મંદિરના પ્રાંગણમાં વર્તાતી શાંતિ, સાંજનુ વાતાવરણ અને સતત ચાલતા શિવમંત્રો દર્શનાર્થીઓને  પ્રફુલ્લિત કરે છે. મુખ્ય મંદિરની જમણી બાજુ રામલક્ષમણજાનકી બિરાજમાન છે
મંદિરની ડાબી બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં ધૂણી પાસે ચાલતી શિવમંત્રની ધૂન વાતાવરણને પ્રફૂલ્લિત કરી ભાવિકોને શાતા પ્રદાન કરે છે. ભોળેનાથના મંદિરમાં સંધ્યા આરતી સમયે વાગતા શંખ ડમરુ અને  ખંજરી  ભક્તિમય વાતાવરણનુ અલૌકિક સર્જન કરે છે. આરતી બાદ ભક્તો પર જળનો છંટકાવ પવિત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે છે ત્યારબાદ મંદિર પરિસર  હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે      
 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news dev Darshan કોટેશ્વર મહાદેવ મંદિર કોટેશ્વરગામનું શિવાલય દેવ દર્શન હર હર માહદેવ DEV DARSHAN

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ