બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેઘરાજા આ તારીખથી બોલાવશે સપાટો, આઠ દિવસનો રાઉન્ડ ગુજરાતને કરશે તરબોળ

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / મેઘરાજા આ તારીખથી બોલાવશે સપાટો, આઠ દિવસનો રાઉન્ડ ગુજરાતને કરશે તરબોળ

Last Updated: 11:34 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લાંબા બ્રેક બાદ મેઘરાજા ધમાકેદાર રીતે નવા રાઉન્ડમાં પરત ફરશે તેવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે, ચાલો જોઇએ આ આગાહી પ્રમાણે ક્યારે મેઘરાજા ફરીએકવાર ગુજરાતને તરબોળ કરવા જઇ રહ્યા છે

1/6

photoStories-logo

1. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં લાંબા સમયથી મેઘરાજા વિરામ પર છે, ખેડૂતો સહિત સૌ કોઇની ચિંતા વધી છે.. પહેલો રાઉન્ડ ખુબજ લાંબો હતો, પરંતુ પહેલો રાઉન્ડ પુરો થયા પછી મહિનો થવા આવ્યો પરંતુ બીજો રાઉન્ડ આવ્યો નથી. જો કે પરેશ ગોસ્વામીએ વરસાદની રાહ જોઇ રહેલા સૌ કોઇ માટે ખુબજ રાહતભરી આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 13 તારીખથી સંપૂર્ણ બ્રેક

છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાતા હતા, જોકે, 13મી તારીખથી છુટાછવાયા સ્થળો પર ઝાપટાં પડવાનું પણ બંધ થઈ જશે. ફરીથી જાણે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવો માહોલ જોવા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્કુલેશન

અત્યાર સુધી બંગાળની ખાડી શાંત હતી પરંતુ આજથી તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે આંધ્રપ્રદેશના ભાગોમાં થઈને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત પરથી પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સાર્વત્રિક વરસાદ પડશે

આ સાયક્લોનિક સર્કયુલેશનને કારણે 16થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે. વરસાદનો આ રાઉન્ડ રાજ્યના 80થી 90 ટકા હિસ્સાને આવરી લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ધોધમાર

પરેશ ગોસ્વામીએ કહ્યું સાયક્લોનિક સર્ક્યુલેશનના મેઇન ભાગો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, ખૂબ વરસાદ પડશે. આ સાથે આખા ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શું કહ્યું છે અંબાલાલે ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં 15 તારીખ પછી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Gujarat rain rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ