ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે ચોમાસું? આવી અંબાલાલની નવી આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 12:32 PM, 8 July 2024
1/5
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ચોમાસાની સ્થિતિને લઈ આગાહી કરી છે. આગાહીમાં આગામી સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ કેવો રહેશે તેની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ચોઘડિયા અને તિથિઓ પરથી આગાહી કરી છે. અષાઢી બીજનાં દિવસે રાજ્યમાં થયેલ વીજળીનાં ચમકારા પરથી ચોમાસું કેવું રહેશે તેની આગાહી નક્કી કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયા બાદ સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
2/5
છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, ટીટોડીનાં ઈંડા પરથી ગુજરાતનાં હવામાનની આગાહી કરી હતી. જે બાદ હવે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનાં દિવસે થયેલ વીજળી પરથી રાજ્યમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/5
આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આકાશમાં વાદળો છે. તેમજ અષાઢી બીજનાં દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી. જેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ છે. ત્યારે તા. 8,9, અને 10 નાં રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ઘણાં ભાગોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
4/5
સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના છે. તેમજ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ