ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કડકડતી ઠંડી પહેલા કહેરનો રાઉન્ડ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની 'ડેન્જર' આગાહી

આગાહી / કડકડતી ઠંડી પહેલા કહેરનો રાઉન્ડ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની 'ડેન્જર' આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 05:46 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ફરી રાજયના ખેડૂતોની ચિંતા વધારી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

રાજ્યમાં છેલ્લા દસ દિવસથી સતત કોમર્સની વરસાદ પડી રહ્યો હતો અને ખેડૂતોને રાતાપાણીએ બધું વાનો વ્હાલો આવ્યો છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ફરીથી આગાહી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે વરસાદના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું હતું.

ગરમીના પ્રમાણમાં બેથી ચાર ડિગ્રીનો વધારો

પરંતુ હવે પાંચ તારીખ બાદ ગુજરાતમાં વરસાદ નહીવત છે જેથી ગરમીના પ્રમાણમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે ઉપરાંત હજુ વાદળછાયુ વાતાવરણ અને ગરમી ના કારણે આગામી દિવસોમાં ઠંડીની અસર નહીવત જોવા મળશે.

ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી

રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવતા ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અણસમજ વરસાદથી રવિ પાક અને ખેતીના અન્ય તબક્કામાં વિઘ્ન ઊભું થઈ શકે છે, જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે.

ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા

વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. તાપમાનમાં આગામી દિવસોમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને વધતી ગરમીને કારણે ઠંડીનો અહેસાસ નહીવત રહેશે.

ખેડૂતો માટે હવામાન ચિંતાજનક બન્યું

ખેડૂતો માટે આ અસ્થિર હવામાન ચિંતાજનક બન્યું છે, કારણ કે પાકના નિર્ણાયક તબક્કે વરસાદ થવાથી ઉપજ પર અસર થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને તાત્કાલિક પાકની સંભાળ રાખવા અને નવી આગાહીઓ પર નજર રાખવા અપીલ કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોની હવામાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કમોસમી વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ થોડા વિસ્તારોમાં છુટોછવાયા વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 5 નવેમ્બર સુધી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 8 થી 11 નવેમ્બર દરમિયાન વાદળવાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે હવામાનમાં ઠંડકનો અહેસાસ થશે. આ સમયગાળો રવી પાકો માટે લાભદાયી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO : પત્ની પર જાનવરની જેમ તૂટી પડ્યો પતિ, એક પછી એક ઝીંક્યા છરીના ઘા

આગામી સમયગાળાની વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 18 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે, જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ ચક્રવાતના કારણે 23 થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ બનશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Weather Gujarat Rains

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ