બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : પત્ની પર જાનવરની જેમ તૂટી પડ્યો પતિ, એક પછી એક ઝીંક્યા છરીના ઘા
Last Updated: 03:12 PM, 4 November 2025
અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક હદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મયંક પટેલ નામના યુવકે પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પતિએ પત્નીના હાથ અને ગળાના ભાગ પર છરીના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે નિકોલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદના નિકોલમાં પતિનો પત્ની પર છરીથી જીવલેણ હુમલો, CCTVમાં કેદ ઘટના#Ahmedabad #Nikol #CrimeNews #DomesticViolence #CCTVFootage #GujaratPolice #ViolenceAgainstWomen #vtvdigital pic.twitter.com/t9ho1Mgwq9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 4, 2025
દોઢ વર્ષ પહેલા પીડિતાએ મયંક પટેલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદથી જ સાસરીયા પક્ષના ત્રાસને કારણે પીડિતા માનસિક તણાવમાં હતી. ચાર મહિના પહેલા પીડિતાએ સાસરીયાના ત્રાસથી બચવા માટે પોતાના પિયરમાં રહેવાનું શરૂ કર્યું હતું. અગાઉ પણ પીડિતાએ સાસરીયા પક્ષ સામે ત્રાસ આપવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
હાલ નિકોલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ તેજ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મહિલા સુરક્ષા અંગે ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ રાજકોટની પાયલ મેટરનિટીના અંતરંગી વીડિયો પોર્ન સાઈટ સુધી કેવી રીતે પહોંચ્યાં? ભયાનક કારણ આવ્યું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.