બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 12 April 2023
ADVERTISEMENT
પુરુષોને ઊભા ઊભા બાથરૂમ કરવાની ટેવ હોય છે. જાહેર સ્થળે પણ પુરુષો માટે ઉભા ઉભા પેશાબ કરવાનો વિકલ્પ હોય છે. નિષ્ણાંતોએ પુરુષોને ઊભા ઊભા પેશાબ કરવા બાબતે ચેતવણી આપી છે. નિષ્ણાંતો જણાવે છે કે, વર્ટિકલ પોઝિશનમાં પેશાબ કરવાથી અનેક ફાયદા થાય છે.
નેધરલેન્ડના ડૉકટર જણાવે છે કે, જો પુરુષોને પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યા હોય તો બેસીને પેશાબ કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે. બેસીને પેશાબ કરવાથી તે વધુ ફોર્સ સાથે નીકળે છે. ઊભા ઊભા પેશાબ કરવાથી પેલ્વિસ અને સ્પાઈનના મસલ્સ સંકોચાઈ જાય છે. વર્ષ 2014ની એક સ્ટડીમાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, અનેક વર્ષોથી લોકો બેસીને જ પેશાબ કરે છે. જેનાથી પેલ્વિસ અને હિપ મસલ્સ રિલેક્સ થઈ જાય છે.
ADVERTISEMENT
UCLA ડિપાર્ટમેન્ટ ઓફ યૂરોલોજીમાં એસોસિએટ ક્લિનિકલના પ્રોફેસર ડૉ. જેસી એન. મિલ્સે જણાવ્યું છે કે, જે લોકોને ઊભા રહેવામાં તકલીફ હોય તે લોકો માટે બેસીને પેશાબ કરવો તે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. બેસીને પેશાબ કરવામાં આવે તો પેટના મસલ્સનો વધુ ઉપયોગ થાય છે. જો તમને એવું લાગી રહ્યું છે કે, પેશાબ કર્યા પછી બ્લેડર સંપૂર્ણપણે ખાલી જાય છે, તો તમે ઊભા ઊભા પણ પેશાબ કરી શકો છો. જો તમને હંમેશા તમારું બ્લેડર ભરેલું લાગે તો તમારે ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.
પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત કન્સલટન્ટ પ્રો.સ્ટર્ગિયોસ ડોમોચ્સિસે જણાવ્યું કે, જો તમારું બ્લેડર સંપૂર્ણપણે ખાલી નથી થઈ રહ્યું તો તેના અનેક કારણો હોઈ શકે છે. જો તમારું બ્લેડર યોગ્ય પ્રકારે ખાલી ના થાય તો યૂરિન એકત્ર થવા લાગે છે, જેને યૂરિનરી રિટેંશન પણ કહેવામાં આવે છે. જેના કારણે બ્લેડરની પથરી થઈ શકે છે. ઈન્ફેક્શનના કારણે સેપ્સિસ અથવા કિડનીમાં ઈન્ફેક્શન થઈ શકે છે.
ADVERTISEMENT
બ્લેડર ખાલી ના થવાના લક્ષણો
ADVERTISEMENT
રિસ્ક ફેક્ટર
NHS જણાવે છે કે, જો તમારું બ્લેડર સંપૂર્ણપણે ખાલી ના થાય તો બ્લેડરમાં પથરી થવાની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, કિડની યૂરિન બનાવવાનું કામ કરે છે, જે પાણી તથા દૂષિત વસ્તુથી બને છે. કિડની બ્લડમાંથી અશુદ્ધિઓ દૂર કરીને યૂરિન બનાવે છે. આ દૂષિત વસ્તુઓમાં યૂરિયા હોય છે, જે નાઈટ્રોજન અને કાર્બનથી બને છે. જો તમારા બ્લેડરમાં થોડુ પણ યૂરિન બાકી રહે તો યૂરિયામાં રહેલા કેમિકલ્સ સાથે ચિપકીને ક્રિસ્ટલ બની જાય છે. થોડા સમય પછી તે ક્રિસ્ટલ કડક થઈ જવાને કારણે બ્લેડરમાં પથરી બનવા લાગે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાંત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.