બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાપ રે! મહેસાણા ગર્ભવતી મહિલાના શેકમાંથી નીકળ્યાં પ્લાસ્ટિકના ટુકડા, અને પછી...!

VIDEO / બાપ રે! મહેસાણા ગર્ભવતી મહિલાના શેકમાંથી નીકળ્યાં પ્લાસ્ટિકના ટુકડા, અને પછી...!

Published By: Vishal Khamar
Reported By: Sudhir Parekh

Last Updated: 11:38 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા મુક્તા સિનેમામાં ચાર શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા મળ્યાનો આક્ષેપ.

મહેસાણા: રાધનપુર રોડ પર ડી-માર્ટ પાસે આવેલા જાણીતા મુક્તા સિનેમામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકના ઓરિઓ શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હોવાના આક્ષેપથી થિયેટરમાં હોબાળો મચ્યો હતો. ખાસ વાત એ છે કે આ શેક ગર્ભવતી મહિલા અને અઢી વર્ષના બાળકીએ પણ પીધો હોવાનું પરિવારનું કહેવું છે.

ઇન્ટરવલમાં ચાર ઓરિઓ શેકનો ઓર્ડર

વિસનગરના એડવોકેટ જીલ પટેલ 17 ઓગસ્ટે પોતાના પરિવાર સાથે મુક્તા સિનેમામાં ફિલ્મ જોવા ગયા હતા. ઇન્ટરવલ દરમિયાન પરિવારે ચાર ઓરિઓ શેકનો ઓર્ડર આપ્યો હતો. શેક પીધા બાદ કપના તળિયે પ્લાસ્ટિકના નાના-મોટા ટુકડા નજરે પડતાં પરિવાર ચોંકી ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, શેક ગર્ભવતી મહિલા અને અઢી વર્ષના બાળકીએ પણ પીધો હોવાથી તેઓએ તાત્કાલિક થિયેટરના સ્ટાફને જાણ કરી હતી અને સમગ્ર મામલે જવાબ માંગ્યો હતો.

પોલીસ ફરિયાદની ચીમકી બાદ તપાસ

પરિવારનો આક્ષેપ છે કે શરૂઆતમાં થિયેટર સ્ટાફે તપાસ કરવામાં રસ દાખવ્યો નહોતો. જોકે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપ્યા બાદ સ્ટાફે શેકની તપાસ કરી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન શેકમાંથી આશરે એક ચમચી જેટલા પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા હતા. આ મામલે પરિવારે રસોડું અને સ્ટોક ચેક કરવાની માંગ કરી હતી, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હોવાનું જણાવાયું છે. સ્ટાફે જૂની સામગ્રી દૂર કરીને નવો શેક આપ્યો હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે.

ગર્ભવતી મહિલાની તબીબી તપાસની માંગ

ઘટના બાદ પરિવારે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરાવવાની માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં આ ઘટનાને કારણે કોઈ તબીબી સમસ્યા ઊભી થાય તો તેની જવાબદારી થિયેટર મેનેજમેન્ટની રહેશે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં નંબર પ્લેટ વિનાની કારમાં ઇંધણ પૂરી દેતા કર્મચારી-કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ

થિયેટર મેનેજમેન્ટે આક્ષેપો નકાર્યા

સમગ્ર મામલે મુક્તા સિનેમાના મેનેજર કવલજીતે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા થિયેટરમાં તપાસ કરવામાં આવી ચૂકી છે અને તપાસ દરમિયાન કોઈ ખામી મળી નથી. તેમના જણાવ્યા મુજબ, થિયેટરમાં પીરસવામાં આવતી તમામ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાની છે. મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકને ઘટનાસમયે નવો શેક બનાવી આપવામાં આવ્યો હતો અને પ્રોડક્ટમાં કોઈ ખામી હોવાના આક્ષેપોને મેનેજમેન્ટ સ્વીકારતું નથી. હવે પરિવારના આક્ષેપો અને થિયેટર મેનેજમેન્ટના દાવા વચ્ચે સમગ્ર મામલે ખાદ્યપદાર્થની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા જરૂરી બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukta Cinema Mehsana Mehsana cinema controversy plastic pieces in shake

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ