બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Meeting to decide the prices of crops of rabi season 2023-2024

મહામંથન / ટેકાના ભાવ ખેડૂતોને પરવડે છે ખરા? ભાવ ફેર નક્કી કરવામાં ખર્ચા કેવી રીતે ગણતરીમાં લેવાય છે, તાતને નુકસાન કેટલું?

Dinesh

Last Updated: 11:00 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023-2024ના રવિ સિઝનના પાકના ભાવ નક્કી કરવા બેઠક થઈ છે, પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે

  • 2023-2024ના રવિ સિઝનના પાકના ભાવ નક્કી કરવા બેઠક 
  • વાર્ષિક ટેકાના ભાવ ખેડૂતોના ખર્ચને પહોંચી વળવા પૂરતા નથી
  • ખેડૂતના જે ખર્ચાઓ ગણતરીમાં લેવાય છે તે પૂરતા છે ખરા?


ખરીફ અને રવિ સિઝનના જુદા-જુદા પાકના ભાવ નક્કી કરવા રાજ્ય સરકાર સમીક્ષા બેઠક કરે છે અને કેન્દ્રને ભલામણ કરે છે. માર્કેટિંગની સિઝન પહેલા કેન્દ્ર જે તે પાકના ભાવ જાહેર કરે છે. કાગળ ઉપર યોજના બહુ સારી લાગે છે પણ સવાલ એ છે કે વર્ષે ટેકાના ભાવ કેટલા વધે તો ખેડૂતને પરવડે. ખેડૂતના જે ખર્ચાઓ ગણતરીમાં લેવાય છે તે પૂરતા છે ખરા?, કપાસ સિવાય જે તે પાકના ટેકાના ભાવમાં ખેડૂતને ફાયદો કેટલો અને નુકસાન કેટલું. ખેતીના સાધનો અને અન્ય ખર્ચ થતા ખેડૂતને ઉપજના મળતા ભાવનો સરવાળો કરીએ તો કેટલો થાય. 

રવિ સિઝનના પાકના ભાવ નક્કી કરવા બેઠક
2023-2024ના રવિ સિઝનના પાકના ભાવ નક્કી કરવા બેઠક થઈ છે. પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે તેમજ કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે અને ખેડૂતોના ખર્ચ સતત વધતા જાય છે તેમજ ખેડૂતોએ અનેક ખર્ચ માટે લોન લેવી પડે છે. વાર્ષિક ટેકાના ભાવ ખેડૂતોના ખર્ચને પહોંચી વળવા પૂરતા નથી

ટેકાના ભાવની યોજના સમજો
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં યોજના લાગુ કરવામાં આવી છે. જુદા-જુદા ખરીફ અને રવિ પાકના ટેકાના ભાવની ભલામણ કેન્દ્રને કરવામાં આવે છે. પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને બેઠકમાં ભાવ નક્કી થાય છે તેમજ જે તે પાકના માર્કેટિંગ સિઝન પહેલા સરકાર ટેકાના ભાવની જાહેરાત કરે છે અને ખેત પેદાશના પ્રવર્તમાન ભાવ નીચા જાય તો નોડલ એજન્સી હરકતમાં આવે છે. નોડલ એજન્સી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરે છે અને આ ખરીદી APMC સેન્ટર દ્વારા કરવામાં આવે છે

સ્વામીનાથન કમિટીએ શું કહ્યું હતું?
ખેત પેદાશના ટેકાના ભાવ માટે સ્વામીનાથન કમિટીએ ભલામણ કરી હતી તેમજ ઈનપુટ કોસ્ટ, પારિવારિક શ્રમ, 50 ટકા નફો આ ત્રણ વસ્તુનો સરવાળો થવો જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવ નક્કી કરવામાં આ બાબત ધ્યાને લેવાતી નથી.

ખેડૂતના ખર્ચ અને લેવામાં આવતા કર
જંતુનાશક દવા = 18 થી 28%
રાસાયણિક ખાતર = 5%
દવા છાંટવાના સાધન = 12%
ટપક સિંચાઈના સાધન = 12.5%
ટ્રેકટર  = 12%

ટેકાનો ભાવ, ખેડૂતોની મુશ્કેલી શું?
ગુજરાતના ખેડૂતોનો 6% ભાવ એક અંદાજ મુજબ ટેકાના ભાવે ખરીદાય છે
બાકીનો ભાવ ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવો પડે છે
ખેડૂતોનો પાક લાંબો સમય સંગ્રહ થઈ શકે તેવી સ્થિતિમાં હોતો નથી
ખાતર ઉપરની સબ્સિડી મિક્સ ફર્ટિલાઈઝરમાં શૂન્ય થઈ એટલે ખર્ચ વધ્યો
બિયારણ અને લેબર ખર્ચમાં સતત વધારો

ટેકાના ભાવ ક્યા પાકમાં લાગુ પડે છે?
બાજરી
જુવાર
મકાઈ
ડાંગર
કપાસ
તુવેર
મગ
મગફળી
તલ
ઘઉં
ચણા
રાઈ
શેરડી

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ    (2023-24)

પાક ઘઉં
વર્ષ 2023-2024
ટેકાનો ભાવ 2125 (425 મણ નો ભાવ)
   
પાક જવ
વર્ષ 2022-2023
ટેકાનો ભાવ 1635/ ક્વિન્ટલ (327 મણ નો ભાવ)
   
પાક જવ
વર્ષ 2023-2024
ટેકાનો ભાવ 1735/ ક્વિન્ટલ ( 347 મણ નો ભાવ)
   
પાક ચણા
વર્ષ 2022-2023
ટેકાનો ભાવ 5230/ ક્વિન્ટલ (1046 મણ નો ભાવ)
   
પાક ચણા
વર્ષ 2023-2024
ટેકાનો ભાવ 5335/ ક્વિન્ટલ (1067 મણ નો ભાવ)
   
પાક રાઈ
વર્ષ 2022-2023
ટેકાનો ભાવ 5050/ ક્વિન્ટલ (1010 મણ નો ભાવ)
   
પાક રેપસીડ અને રાયડો
વર્ષ 2023-2024
ટેકાનો ભાવ 5450/ ક્વિન્ટલ (1090 મણ નો ભાવ)
   
પાક સનફ્લાવર
વર્ષ 2022-2023
ટેકાનો ભાવ 5441/ ક્વિન્ટલ (1088 મણ નો ભાવ)
   
પાક સનફ્લાવર
વર્ષ 2023-2024
ટેકાનો ભાવ 5650/ ક્વિન્ટલ (1130 મણ નો ભાવ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ