બ્રેકિંગ ન્યુઝ
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિડની રમાયેલ T-20 મેચમાં 6 વિકેટથી પરાજય આપીને 3 મેચોની સીરિઝ પર કબજો મેળવી લીધો હતો. આ મેચમાં ફિન્ચની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડ 58 રન સાથે ભારત માટે મોટો ખતરો બની રહ્યો હતો.
ADVERTISEMENT
કેવી રીતે થયો વેડ આઉટ?
એવામાં વોશિંગ્ટન સુંદરની 8મી ઓવરના છેલ્લા બોલમાં વેડ લેગ સાઈડમાં ફ્લિક શોટ મારવા જઈ રહ્યો હતો. એવામાં બોલ બેટની ધારને અથડાઈને હવામાં ઉછળ્યો હતો જે સીધો કોહલી તરફ આવ્યો હતો. જો કે આ સાવ સહેલો કેચ કોહલીના હાથથી છૂટી ગયો હતો. જો કે વેડને લાગ્યું કે તે આઉટ થઇ ગયો છે અને તેણે હતાશામાં કેચ થયો છે કે નહીં તે જોવાની તસ્દી પણ ન લીધી. એટલામાં કોહલીએ K L રાહુલને બોલ થ્રો કર્યો હતો જેનાથી રાહુલે આરામથી ક્રીઝની બહાર ઉભેલા વેડને રન આઉટ કરી દીધો હતો.
ADVERTISEMENT
What a calamity! #AUSvIND pic.twitter.com/2NeeTB4ixT
— cricket.com.au (@cricketcomau) December 6, 2020
ADVERTISEMENT
ભારે રસાકસીમાં છેલ્લી ઓવરમાં જીત્યું
ADVERTISEMENT
ભારત કાંગારુંઓ સામેની આ મેચ ખૂબ રોમાંચક પણ હતી જેમાં છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ ચોથા બોલે સિક્સ ફટકારીને મેચ જીતાડી. હાર્દિકએ પંડ્યાએ મેચમાં ધુઆંધાર 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 44 રન ફટકાર્યા.
શિખર ધવને પણ જોરદાર પ્રદર્શન
ADVERTISEMENT
મેચમાં ભારતીય ટીમના ગબ્બર શિખર ધવને પણ જોરદાર પ્રદર્શન કર્યું. T-20 કરિયરમાં શિખર ધવને પોતાની 11મી અડધી સદી ફટકારી અને 52 રન કર્યા. એડમ ઝામ્પાની બોલ પર ધવન કેચ આઉટ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.