બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિરાટનગર બ્રિજ નજીક દુકાનોમાં લાગી ભયંકર આગ, નારોલથી નરોડા તરફનો રસ્તો બંધ
Last Updated: 11:55 AM, 2 December 2025
અમદાવાદ: શહેરના વિરાટનગર વિસ્તારમાં સવારના સુમારે ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો. વિરાટનગર ચાર રસ્તા નજીક આવેલી ચાર જેટલી દુકાનો આગની ઝપેટમાં આવતાં ભારે આર્થિક નુકસાન થયું છે.
ADVERTISEMENT
ઓઢવ, ગોમતીપુર ફાયર સ્ટેશનની સ્ટાફ ઘટના સ્થળે
આગ લાગ્યાની જાણ થતાં જ ઓઢવ અને ગોમતીપુર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગ પર કાબૂ મેળવવા માટે જોરશોરથી કામગીરી શરૂ કરી હતી. આગની જ્વાળાઓ ઊંચા ઊંચા ઉઠતા ધુમાડાના ગોટાં આખા વિસ્તારમાં ફેલાઈ ગયાં હતાં.
ADVERTISEMENT

પોલીસે આસપાસના રસ્તાઓ તાત્કાલિક બંધ કર્યા
ADVERTISEMENT
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના રસ્તાઓ તાત્કાલિક બંધ કરી દેવાયા હતા જેથી ટ્રાફિકનો બોજ ન વધે અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય. ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી પહોંચે તે માટે ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
દુકાનોને ભારે નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ
સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, પરંતુ દુકાનોને ભારે નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ છે. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે લાંબી મહેનત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું ઈન્ફ્લુએન્સરને નિયમો નથી લાગુ પડતા? એકતા સોઢાના દ્વારકાધીશ મંદિરના વાયરલ વીડિયો પર મોટો પ્રશ્ન
આગના કારણની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરાઈ
ADVERTISEMENT
સ્થાનિક રહીશો અને વેપારીઓએ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આગને કારણે વેપાર વિસ્તારમાં સર્જાયેલા હાહાકારના દ્રશ્યો જોઈને દહેશત વ્યાપી ગઈ હતી.આગના કારણની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.