બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / masik rashifal november 2023 november monthly horoscope from mesh to meen

માસિક રાશિફળ / આજથી નવેમ્બર મહિનાની શરૂઆત, આ 5 રાશિના જાતકોના ખુલી જશે નસીબના દ્વાર

Manisha Jogi

Last Updated: 01:29 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ધનતેરસ અને દિવાળી જેવા તહેવાર હોવાને કારણે આ મહિનો ખૂબ જ શુભ રહેશે.

  • આજથી નવેમ્બર મહિનો શરૂ
  • આ મહિને અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે
  • આ રાશિના જાતકોને ફળી જશે નવેમ્બર

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ધનતેરસ અને દિવાળી જેવા તહેવાર હોવાને કારણે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. આ મહિને અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ, સિંહ, તુલા, ધન, કુંભ રાશિના જાતકો માટે આ મહિનો ફળદાયી સાબિત થશે. 

નવેમ્બર માસિક રાશિફળ
મેષ-
આર્થિક ક્ષેત્રે લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો શુભ સાબિત થશે. આરોગ્ય મામલે બધુ જ યોગ્ય રહેશે. પિતા સાથે મનભેદ દૂર થશે અને સંપત્તિમાં લાભ થશે. 

વૃષભ- આ મહિનો શુભ રહેશે. આર્થિક ક્ષેત્રે ધ્યાન આપવું, ખર્ચો વધી શકે છે. પારિવારિક સ્તરે શુભ ફળની પ્રાપ્તિ થશે, વિદ્યાર્થીઓએ સમજી વિચારીને નિર્ણય કરવો. અયોગ્ય વ્યવહારને કારણે નુકસાન થઈ શકે છે. 

મિથુન- આ રાશિના જાતકોએ સાવચેત રહેવું. પારિવારિક જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે અને ખર્ચાઓમાં ઘટાડો થશે. 

કર્ક- બિઝનેસમેન માટે આ મહિનો શુભ સાબિત થશે. આર્થિક પક્ષે સુધારો થશે. પારિવારિક જીવન બાબતે સાવચેત રહેવું, પ્રેમ સંબંધ માટે આ મહિનો શુભ સાબિત થશે. 

સિંહ- આ રાશિના જાતકો માટે સૌભાગ્યનો માર્ગ મોકળો થશે. આ મહિને કાર્યક્ષેત્રે સાવચેત રહેવું. આર્થિક પક્ષ સારો રહી શકે છે. પારિવારિક જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. 

કન્યા- આ રાશિના જાતકોએ વધુ મહેનત કરવાની રહેશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. નાણાંકીય લાભ થશે. શિક્ષા અને કરિઅર ક્ષેત્રે સારા પરિણામ જોવા મળી શકે છે. 

તુલા- આ રાશિના જાતકો માટે આ મહિનો શુભ સાબિત થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ખર્ચાઓ ઓછા થશે અને દેવાથી રાહત મળશે. પારિવારિક જીવનમાં માતાનો સહયોગ પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત થશે. 

વૃશ્વિક- અન્ય લોકોની જરૂરિયાત અને ઈચ્છાઓનું ખાસ ધ્યાન રાખવું. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. આશંકાઓ દૂર થશે. સંતાનની પ્રગતિથી ખુશી થશે. બિઝનેસમાં નવી યોજના બનવાનો યોગ છે. 

ધન- આ મહિને ખર્ચો વધી શકે છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે. કાર્યક્ષેત્રે મળનાર પ્રમોશન અટકી જશે. જેના કારણે તમે નિરાશ થઈ શકો છો. નાણાંકીય બચત કરવી. મિત્રો સાથે સંબંધ વધુ સારા બની શકે છે. 

મકર- જોબ અને કરિઅર મામલે આ મહિનો શુભ સાબિત થશે. ઓફિસમાં સારો માહોલ રહેશે. આર્થિક સ્તરે સારું પરિણામ પ્રાપ્ત થશે. પૈસાની બચત કરી શકશો. પારિવારિક સ્તરે અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માતા પિતા સાથે મતભેદ થઈ શકે છે. 

કુંભ- નોકરી અને બિઝનેસ મામલે  આ મહિનો સામાન્ય રહેશે. સમજી વિચારીને ખર્ચો કરવો. પિતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું, પરિવારના અન્ય સભ્યો સાથે લડાઈ થઈ શકે છે. 

મીન- નોકરિયાત વ્યક્તિઓ માટે આ મહિનો ખાસ નહીં રહે. વેપારીવર્ગને લાભ થશે, માતા સાથેના સંબંધ બગડી શકે છે. વૈવાહિક જીવનમાં સારું ફળ મળવાની આશા છે. નવું વાહન ખરીદવાનો યોગ બનશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ