બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિ બ્રેઝાનો ભારતમાં ધમાકો: નેક્સન અને પંચને આપી માત, નવા એન્જિન સાથે ₹7.40 લાખમાં થઈ લોન્ચ!

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / મારુતિ બ્રેઝાનો ભારતમાં ધમાકો: નેક્સન અને પંચને આપી માત, નવા એન્જિન સાથે ₹7.40 લાખમાં થઈ લોન્ચ!

Last Updated: 11:58 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કૉમ્પેક્ટ SUV બ્રેઝાનું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. ₹7.40 લાખની શરૂઆતી કિંમતે લોન્ચ થયેલી આ કારે ભારતીય બજારમાં 15 લાખથી વધુ યુનિટ્સના વેચાણનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે, જે ટાટા નેક્સન અને ટાટા પંચ કરતાં ક્યાંય આગળ છે.

1/5

photoStories-logo

1. મારુતિ બ્રેઝાનો ભારતમાં ધમાકો: નેક્સન અને પંચને આપી માત, નવા એન્જિન સાથે ₹7.40 લાખમાં થઈ લોન્ચ!

દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કૉમ્પેક્ટ SUV બ્રેઝા (Brezza Facelift) નું નવું અવતાર ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે. આ કાર હવે પહેલા કરતાં વધુ એન્જિન ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોન્ચિંગ સાથે જ બ્રેઝાએ એક મોટો માઇલસ્ટોન પણ હાંસલ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 15 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ અને માર્કેટમાં દબદબો

મારુતિ સુઝુકીએ બ્રેઝાની અત્યાર સુધીમાં 15 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. જેમાં સ્થાનિક બજારમાં 14.6 લાખ યુનિટ્સ બિક્યા છે, જ્યારે 52,828 યુનિટ્સની નિકાસ (એક્સપોર્ટ) કરવામાં આવી છે. મારુતિ બ્રેઝા દેશની સૌથી વધુ વેચાતી કૉમ્પેક્ટ SUV બની રહી છે. તેણે પોતાની હરીફ ટાટા નેક્સન કરતાં 4.22 લાખ યુનિટ્સ વધુ વેચ્યા છે. ટાટા નેક્સનનું કુલ વેચાણ 10,92,239 યુનિટ્સ રહ્યું છે, જ્યારે ટાટા પંચે તાજેતરમાં જ 8 લાખ યુનિટ્સનો આંકડો પાર કર્યો છે અને તે ત્રીજા ક્રમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બ્રેઝાની સફર અને વર્ષવાર વેચાણના આંકડા

મારુતિએ આ કારને સૌપ્રથમ March 2016 માં 'વિટારા બ્રેઝા' ના નામે લોન્ચ કરી હતી. વર્ષ 2022 માં પહેલા ફેસલિફ્ટ સાથે તેનું નામ બદલીને 'બ્રેઝા' કરવામાં આવ્યું હતું. FY 2016: 5,563 યુનિટ્સ (માર્ચ 2016 માં લોન્ચ થઈ હોવાથી), FY 2017: 1.08 લાખ યુનિટ્સ, FY 2018: 1.48 લાખ યુનિટ્સ, FY 2019: 1.57 લાખ યુનિટ્સ, FY 2020: 1.10 લાખ યુનિટ્સ, FY 2021: 94,635 યુનિટ્સ, FY 2022: 1.13 લાખ યુનિટ્સ, FY 2023: 1.45 લાખ યુનિટ્સ, FY 2024: 1.69 લાખ યુનિટ્સ, FY 2025: 1.89 લાખ યુનિટ્સ, FY 2026: 1.80 લાખથી વધુ યુનિટ્સ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કિંમત

મારુતિ સુઝુકીએ નવી Brezza Facelift ને ₹7.40 લાખ (એક્સ-શોરૂમ) ની આકર્ષક શરૂઆતી કિંમતે લોન્ચ કરી છે. હવે આ કાર 3 પાવરટ્રેન ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ છે:

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એન્જિન અને માઇલેજ

1.0 લીટર ટર્બો પેટ્રોલ (બૂસ્ટરજેટ): 110 HP ની પાવર અને 170 Nm નો ટોર્ક આપે છે. 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ: 103 HP ની પાવર અને 139 Nm નો ટોર્ક આપે છે. CNG વેરિઅન્ટ: અદભુત ફ્યુઅલ એફિશિયન્સી સાથે ઉપલબ્ધ. ક્લેઇમ્ડ માઇલેજ વિગતો:CNG વેરિઅન્ટ: 26.90 km/kg. ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ: 20.47 km/L. નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ વેરિઅન્ટ: 21.09 km/L.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MarutiSuzuki BrezzaFacelift MarutiBrezza
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ