બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિએ લોન્ચ કરી નવી Brezza Facelift, હવે ટર્બો એન્જિન અને અંડરબોડી CNG ટેન્ક સાથે મળશે 10.1 ઇંચની મોટી સ્ક્રીન

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / મારુતિએ લોન્ચ કરી નવી Brezza Facelift, હવે ટર્બો એન્જિન અને અંડરબોડી CNG ટેન્ક સાથે મળશે 10.1 ઇંચની મોટી સ્ક્રીન

Last Updated: 11:37 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય એસયુવી 'બ્રેઝા ફેસ-લિફ્ટ' (Maruti Suzuki Brezza Facelift 2026) ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ નવું મોડેલ નવા ટર્બો પેટ્રોલે એન્જિન, અંડરબોડી સીએનજી ટેન્ક ટેકનોલોજી અને ભારત NCAP માં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે વધુ મૂલ્યવાન અને આકર્ષક અવતારમાં આવી ગયું છે.

1/5

photoStories-logo

1. મારુતિએ લોન્ચ કરી નવી Brezza Facelift, હવે ટર્બો એન્જિન અને અંડરબોડી CNG ટેન્ક સાથે મળશે 10.1 ઇંચની મોટી સ્ક્રીન

મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય અને પોપ્યુલર SUV મારુતિ સુઝુકી બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન (2026 Maruti Suzuki Brezza Facelift) લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ કારના ઈન્ટીરીયર અને એક્સટીરીયર બંનેમાં નોંધપાત્ર અપડેટ્સ આપ્યા છે. હવે આ કાર પહેલા કરતાં વધુ 'વેલ્યુ ફોર મની' અવતારમાં રજૂ કરવામાં આવી છે. આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેણે લોન્ચ થતાં પહેલાં જ ભારત એનકેપ (B-NCAP) ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેટલી છે કિંમત અને કોની સાથે થશે સ્પર્ધા?

Maruti Suzuki Brezza Facelift ને ભારતમાં 7.39 લાખ રૂપિયાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં નવા એન્જિન વિકલ્પની સાથે અનેક કોસ્મેટિક બદલાવો પણ કર્યા છે. ભારતીય બજારમાં આ કારની સીધી સ્પર્ધા હ્યુન્ડાઈ વેન્યુ (Hyundai Venue), ટાટા નેક્સોન (Tata Nexon), સ્કોડા કાયલોક (Skoda Kylaq), મહિન્દ્રા XUV 3XO, કિયા સોનેટ (Kia Sonet) અને સિરોસ સાથે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. એન્જિન, પાવર અને નવું અંડરબોડી CNG ટેન્ક

નવી મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ મલ્ટિપલ એન્જિન ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ રહેશે. તેમાં પેટ્રોલ, ટર્બો પેટ્રોલ અને સીએનજી એન્જિનના વિકલ્પો મળશે. બ્રેઝામાં હવે આખરે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન ઉમેરવામાં આવ્યું છે, જે 110 HP નો પાવર અને 170 Nm નો ટોર્ક જનરેટ કરે છે. કારમાં જૂનું 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન પણ ચાલુ રાખવામાં આવ્યું છે, જે 103 HP નો પાવર અને 139 Nm નો ટોર્ક આપે છે. જેવી અટકળો હતી તેમ, આ કારમાં સીએનજી ટેન્કની જગ્યા બદલી દેવામાં આવી છે. આ કાર હવે 'વિક્ટોરિસ' ની જેમ અંડરબોડી સીએનજી ટેન્ક સાથે આવે છે, જેનાથી બૂટ સ્પેસ (ડીકીની જગ્યા) માં મોટો ફાયદો થશે. તમામ પાવરટ્રેન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટેન્ડર્ડ તરીકે મળે છે, જ્યારે 1.5 લીટર પેટ્રોલ વેરિઅન્ટ સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એક્સટીરીયર અને ઈન્ટીરીયર ડિઝાઇન

એક્સટીરીયર (Exterior): કારના બહારના લુકમાં કેટલાક સૂક્ષ્મ ફેરફારો કરવામાં આવ્યા છે. ફ્રન્ટ લુકમાં રિડિઝાઇન થયેલી ગ્રીલ આપવામાં આવી છે, જેમાં હેડલેમ્પ્સને કનેક્ટ કરતું ડાર્ક ક્રોમ ફિનિશ પેનલ છે. નવું બમ્પર, LED હેડલેમ્પ્સ સાથે L-આકારના DRLs (ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ) આપવામાં આવ્યા છે. 2026 બ્રેઝાના કેબિનને રિડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં બ્લેક અને બ્રાઉન ડ્યુઅલ-ટોન લેધર ફિનિશ થીમ જાળવી રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પ્રીમિયમ ફીચર્સ

કેબિનમાં 10.1 ઇંચની સ્માર્ટપ્લે પ્રો એક્સ (SmartPlay Pro X) ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, જેમાં બિલ્ટ-ઇન નેવિગેશન અને એલેક્સા (Alexa) સપોર્ટ છે. આ સિવાય 64 કલર એમ્બિયન્ટ લાઈટિંગ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, એર પ્યુરિફાયર, એક્ટિવ કૂલિંગ અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SUVLaunch BrezzaFacelift MarutiBrezza
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ